સુરતનાં બારડોલી નગરનાં આવેલ એક યુવકે પરિવારજનો દારૂ પીવા માટે પૈસા આપતા ન હોય જેથી તેણે નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી નગરમાં આવેલ શેઠ ફળિયા પાસે શાકભાજી માર્કેટમાં રહેતા રમેશભાઇ ભીખાભાઇ રાઠોડ (ઉ.વ.43) નાઓ મજૂરીકામ કરે છે. તેમના લગ્ન થયેલ ન હતા અને તે દારૂ પિવાની ટેવ વાળા હોય તેમને છેલ્લા બે દિવસથી દારૂ પીવા માટે ઘરમાંથી પૈસા નહી મળતા મન દુ:ખ થતા પોતાની જાતે ઘરમાં લાકડાના આળીયા સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે બારડોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application