બારડોલીમાં શનિ-રવિ દરમિયાન બારડોલીના બાબેન, તેન, ઈસરોલી, મઢી સુરાલી ટાઉન અને કડોદ ટાઉનમાં બે દિવસનું સપૂર્ણ લોકડાઉન અંગેનો નિર્ણય કરતુ જાહેરનામું બહાર પાડ્યું છે. ડે.કલેકટર વી.એન.રબારીએ બે દિવસીય લોકડાઉનની જાહેરાત નાગરિક જનજીવનની સુરક્ષા માટે અત્યંત આવશ્યક બાબત જણાતા તંત્ર દ્વારા નિર્ણય લેવાયો હોવાનું જણાવી બે દિવસના લોકડાઉન દરમિયાનની પરસ્થીતિનું મૂલ્યાંકન કરી કોરોના વાઈરસની સામેની લડત માટેની આગામી રણનીતિ તૈયાર કરાશે તેવું જણાવ્યું હતું. ડી.વાય.એસ.પી., રૂપલબેન સોલંકીએ બારડોલી પોલીસ ટીમને કોરોના વાઈરસની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતા તમામ ઈસમોની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચનાઓ જારી કરી હતી.
બારડોલીના મામલતદાર તથા તાલુકા હેલ્થ ઓફિસર કોરોના સંક્રમિત સહીત તાલુકાના વિવિધ સ્થળોએ રસીકરણ અને અન્ય સુવિધાઓ બાબતે ચાંપતી નજર રાખશે. બારડોલીના પોલીસ ઈન્સપેકટર એ કોરોના ગાઈડલાઈનના વિવિધ સરકારી નિયમોના કડક અમલ માટે સુચના આપતા બારડોલી પોલીસ દ્વારા બારડોલીને વધુ સક્રમણથી બચાવવા કડક અભિયાન ચાલુ કરાયું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500