બારડોલી તાલુકામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જેના કારણે હવે નાના શહેરોથી લઈ ગામડાઓ સ્વૈચ્છીક લોકડાઉન તરફ વળી રહ્યા છે. બારડોલી તાલુકાના કડોદ ગામમાં વેપારીઓની મિટિંગમાં નક્કી થયા મુજબ બપોરે બે વાગ્યાથી બજાર સ્વયંભુ બંધ થવા લાગ્યા હતા. તમામ દુકાનો બંધ થતાં કડોદના રસ્તાઓ પણ સૂમસામ થઈ ગયા હતા અને લોકોએ કામ વગર બહાર નીકળવાનું પણ ટાળ્યું હતું. આ સ્વૈચ્છીક લોકડાઉનમાંથી આવશ્યક ચીજવસ્તુઓ અને દવાની દુકાનોને બાકાત રાખવામાં આવી છે.
બીજી તરફ સુરત જીલ્લાના માંડવી નગરમાં પણ વેપારીઓએ બપોર પછી સ્વૈચ્છીક દુકાનો બંધ કરી હતી. બપોરે ત્રણ વાગ્યા પછી નગરના રસ્તાઓ સૂમસામ થઈ ગયા હતા. માત્ર મેડિકલ સ્ટોર અને જીવન જરૂરી ચીજવસ્તુની દુકાનો સિવાય માંડવીનું બજાર સજ્જડ બંધ રહ્યું હતું. આગામી 15મી એપ્રિલ સુધી આ બંધનો અમલ કરવામાં આવનાર છે. વેપારીઓ દ્વારા લોકોને પણ કારણ વગર બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે અને બજાર ખુલ્લુ હોય તે સમયે બજારમાં વેપારીઓ તેમજ ગ્રાહકોએ માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અને કોવિડ-19ની અન્ય ગાઈડલાઇનનું પાલન કરવા માટેની સલાહ આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application