Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાહન અડફેટે બાઈક સવાર દંપતીનું ઘટના સ્થળે મોત

  • January 20, 2021 

બારડોલી તાલુકાના પણદા ગામે રાજપૂત ફળિયામાં રહેતા અને બારડોલી સુગર ફેકટરીમાં નોકરી કરતા કિશોર ભાઈ ગોપાલ ભાઈ પટેલ(ઉ.વ.58) પોતાની પત્ની દક્ષાબેન(ઉ.વ.55) સાથે મોટર સાઈકલ નંબર જીજે/19/એકે/7060 પર બારડોલી શાકભાજી માર્કેટમાં ખરીદી માટે નીકળ્યા હતા.

 

 

 

પણદા ગામથી ધામદોડ લુંભા ગામના સાંઈ મંદિર નજીકની સીમમાં કોઈ અજાણ્યા ક્રેટા જેવા જણાતા વાહનના ચાલકે પુરઝડપે અને ગફલત ભરી રીતે પોતાનું વાહન હંકારી મોટર સાઈકલને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જયારે ધડાકાભેર થયેલી અથડામણમાં મોટરસાઈકલ પર સવાર દંપતી જમીન ઉપર પટકાયા હતા,  અને અકસ્માતમાં થયેલી ગંભીર ઈજાઓથી દંપતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્દ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.              


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application