બારડોલી તાલુકાના બાબેન વિસ્તારમાં આવેલ શુકન રેસીડેન્સી ખાતે સોસાયટીના રહીશો દ્વારા ઘણા વર્ષોથી ગણપતિ મહોત્સવ રંગેચંગે ભકિતભાવ સાથે ઉજવાઈ રહ્યો છે.સોસાયટીમાં વિધ્નહર્તા દેવ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી ગણેશ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં પૂજા-અર્ચના સમૂહઆરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
શુકન રેસીડેન્સી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશઉત્સવ નિમિતે નાના બાળકો માટે વિવિધ રમતો જેવી કે લીંબુચમચી,કોથળા કુદ,સંગીત ખુરસી જેવી રમતો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે,ગણેશ મહોત્સવમાં દરરોજ રાત્રીના અવનવા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.જેમાં સોસાયટીના નાનાં બાળકો ઉત્સાહભેર ભાગ લઈ આજના આધુનિક યુગમાં સતત મોબાઇલમાં પરોવાયેલા રહેનાર બાળકોને બાળપણની વિસરાયેલી રમતની યાદ અપાવી હતી.શુકન રેસીડેન્સી ખાતે આજરોજ છપ્પનભોગ-સમૂહ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application