Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

BSEનાં સેન્સેક્સમાં 780 પોઈન્ટનો કડાકો બોલાઈ જતાં રોકાણકારોને મોટું નુકસાન : છેલ્લાં 6 દિવસોની સ્થિતિ પર નજર કરીએ તો રોકાણકારોના 20 લાખ કરોડ સ્વાહા થઈ ગયા

  • October 26, 2023 

આજે 11 વાગ્યા સુધીમાં BSEના સેન્સેક્સમાં 780 પોઈન્ટનો કડાકો બોલાઈ જતાં રોકાણકારોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જોકે નિફ્ટીમાં 242 પોઇન્ટનો મોટો કડાકો બોલાઈ જતાં બજારની હાલત દયનીય થઈ ગઈ છે. Sensex હાલના સમયે 63250 તથા 18868ની Nifty આજુબાજુ ટ્રેડ કરી રહી હતી. એટલે કે સેન્સેક્સમાં 1.30 અને નિફ્ટીમાં 1.34 ટકાનો કડાકો બોલાઈ ચૂક્યો છે. એક તરફ ઈઝરાયલ અને હમાસના યુદ્ધ વચ્ચે વિશ્વભરનું ધ્યાન તેની તરફ જ છે ત્યારે શેરબજારમાં પણ તેની અસર દેખાઇ રહી છે. સતત છઠ્ઠા દિવસે શેરબજારમાં કડાકાની સ્થિતિ જોવા મળી હતી.



અત્યાર સુધીમાં છેલ્લાં 6 દિવસોની સ્થિતિ પર નજર કરશો તો રોકાણકારોના લગભગ 20 લાખ કરોડ સ્વાહા થઈ ગયા છે. માર્કેટમાં મિડકેપ અને સ્મોકલકેપ શેરોની સ્થિતિ પણ દયનીય થઈ ચૂકી છે. નિફ્ટી મિડકેપ 100માં 1.88 ટકા અને સ્મોલકેપમાં 2.57 ટકાનો કડાકો જોવા મળ્યો હતો. ગુરુવારે શરૂઆતના કડાકા બાદ રોકાણકારોની સંપત્તિ એકઝાટકે 5 લાખ કરોડ રૂપિયા સુધી ધોવાઈ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, ગત બુધવારના કારોબારી સત્ર દરમિયન BSE લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઈઝેશન 309.22 લાખ કરોડ રૂપિયા હતી જે સમાચાર લખવા સુધી 5.54 લાખ કરોડ રૂપિયા ગગડીને 303.68 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application