તાપી જીલ્લા પંચાયતમાં પ્રથમ વખત ભાજપનું શાસન આવ્યું છે, આ સાથે જીલ્લાની 7 તાલુકા પંચાયતો પૈકી ડોલવણ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા, અને વાલોડ તાલુકા પંચાયતોમા 26 બેઠકો પૈકી 17 બેઠક પર ભાજપ બેઠક કબ્જે કરી સફળતા મેળવી છે. જીલ્લા પંચાયતમાં મહત્વનો હોદ્દો પ્રમુખ તરીકે કોની પસંદગી થશે તે અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, જીલ્લા પ્રમુખ ડો.જયરામભાઈ ગામીત તથા પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારએ ચર્ચા વિચારણા બાદ આખરે પ્રમુખ તરીકે સુરજભાઈ દાસુભાઈ વસાવાની વરણી કરવામાં આવી સાથે અન્ય હોદ્દેદારના નામ જાહેર કર્યા છે જેમાં ઉપપ્રમુખ તરીકે અર્જુનભાઈ વિરસીંગભાઈ ચૌધરી, કારોબારી ચેરમેન તરીકે મોહનભાઈ ઢેડાભાઈ કોંકણી, પક્ષના નેતા તરીકે જ્યોત્સનાબેન યોગેશભાઈ ગામીત અને દંડક તરીકે રાહુલભાઈ ચૌધરીના નામ જાહેર થયા છે.
નિઝર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે દક્ષાબેન દીપકભાઈ વસાવે, ઉપપ્રમુખ તરીકે વીરેન્દ્રસિંહ યશવંતભાઈ નાઈક, પક્ષના નેતા તરીકે અમરસિંહભાઈ મગનભાઈ વળવી, દંડક તરીકે અરુણાબેન અંબાલાલ પટેલના નામનું મેન્ડેટ ભાજપ દ્વારા આપવામાં આવ્યું છે.
ઉચ્છલ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન રહેતા પ્રમુખ તરીકે યાકુબભાઈ વસંતભાઈ ગામીત, ઉપપ્રમુખ તરીકે કુમારી અર્ચનાબેન સુરેન્દ્રભાઈ વસાવા, પક્ષના નેતા સુનીતાબેન ઈશ્કભાઈ વસાવા, દંડક તરીકે રાજેશભાઈ દાદાભાઈ સામુદ્રેના નામનો મેન્ડેટ આપવામાં આવ્યું છે.
કુકરમુંડા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે મનિષાબેન પ્રવીણભાઈ પાડવી, ઉપપ્રમુખ નિરાકારભાઈ શામુભાઈ કુંવર, કારોબારી ચેરમેન તરીકે ગંગારામભાઈ વાસુભાઈ પાડવી, પક્ષના નેતા તરીકે ઉમાબેન માધવભાઈ પાડવી અને દંડક યોગીતાબેન અમૃતભાઈ વળવીના નામે મેન્ડેટ ભાજપ પક્ષ દ્વારા આપવામાં આવ્યા છે.
વાલોડ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ચંદ્રેશભાઈ દલુભાઇ કોંકણી, ઉપપ્રમુખ તરીકે નીતેશભાઈ મનુભાઈ પટેલ, કારોબારી ચેરમેન તરીકે જયાબેન સંજયભાઈ ગામીત, પક્ષના નેતા દર્શનાબેન જયેશકુમાર પરમાર, દંડક તરીકે વર્ષાબેન રાઠોડના નામો જાહેર થયા છે.
ડોલવણ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે બચુભાઈ દિવાળીયાભાઈ કોંકણી, ઉપપ્રમુખ સુનંદાબેન નિલેશભાઈ ગામીત, કારોબારી ચેરમેન તરીકે જયદીપભાઈ જરામભાઈ ચૌધરી, પક્ષના નેતા તરીકે કુમુદબેન રસિકભાઈ ચૌધરી અને દંડક તરીકે સીતારામભાઈ સોમ્લ્યાભાઈ કોંકણીના નામ ભાજપ પક્ષ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500