ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના આજે પરિણામો આવી રહ્યા છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી ચાલુ છે. ચૂંટણી પંચના સત્તાવાર આંકડા મુજબ ગુજરાતમાં ભાજપ 152 બેઠકો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 17 સીટો પર આગળ છે. જયારે આમ આદમી પાર્ટીના 7 ઉમેદવારો પોતપોતાની બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. 5 બેઠકો પર અપક્ષ આગળ છે.ગુજરાતમાં કોંગ્રેસ માત્ર 18 બેઠકો પર આગળ છે. જો કે અત્યારનું આ વલણ પરિણામમાં ફેરવાય તો કોંગ્રેસનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન હશે.
ગુજરાતમાં 1960થી વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. અગાઉ કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન 1990માં રહ્યું હતું. ત્યારે પાર્ટી માત્ર 33 સીટો જીતવામાં સફળ રહી હતી. આ પછી 2002માં કોંગ્રેસને 50 અને 2007માં 59 બેઠકો મળી હતી. છેલ્લી ચૂંટણી એટલે કે 2017માં કોંગ્રેસ પોતાનું પ્રદર્શન સુધારવામાં સફળ રહી હતી અને ભાજપને જોરદાર ટક્કર આપી હતી. ત્યારે કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. કોંગ્રેસનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 1985માં ગુજરાતમાં હતું. ત્યારબાદ પાર્ટીને 149 સીટો મળી હતી.
જણાવી દઈએ કે મોરબીથી ભાજપના ઉમેદવાર કાંતિલાલ આગળ ચાલી રહ્યા છે. મોરબીમાં ચૂંટણી પહેલા અકસ્માત થયો હતો. જેમાં 135 લોકોના મોત થયા હતા. ગુજરાતના રાજકોટમાં રાજકોટ પૂર્વ બેઠક પરથી ભાજપના ઉદય કાંગડ 11178 મતોથી આગળ છે. રાજકોટ પશ્ચિમમાંથી દર્શિતા શાહ આગળ છે. જ્યારે રાજકોટ ગ્રામ્યમાંથી ભાજપના ભાનુબેન બાબરીયા આગળ ચાલી રહ્યા છે. જયારે ગુજરાતમાં AAPના સીએમ ઉમેદવાર ઇશુદાન ગઢવી ખંભાળિયા બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે.
ગુજરાતના VIP ઉમેદવારો - ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠક પરથી 79037 મતો સાથે આગળ છે, જયારે રીવાબા જાડેજા 19820 મતોથી આગળ ચાલી રહ્યા છે. હાર્દિક પટેલ 19702 મતોથી આગળ ચાલી રહ્યા છે. અલ્પેશ ઠાકોર 13181 મતોથી આગળ, ગૃહમંત્રી હર્ષ સંઘવી 62124 મતોથી આગળ, પાયલ કુલકર્ણી 28618 મતોથી આગળ, કાંતિલાલ અમૃતિયા 25550 મતોથી આગળ ચાલી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500