આઝાદી કા અમૃત મહોત્સવ અને સ્વાતંત્ર્ય પર્વ નિમિતે આજરોજ ઉકાઈ ડેમના સલામતી અધિકારી (પીએસઆઈ)એ ઉકાઈ કોલોની વિસ્તારમાં ૭૫ વૃક્ષો રોપવાનો સંકલ્પ કર્યો છે.
પ્રશાસનમાં જ્યારથી નવયુવાનો અધિકારીઓ આવતા થયા છે ત્યારે કઇંક નવું,રચનાત્મક તથા સર્જનાત્મક કરવાનું બીડું ઝડપતા હોય છે, તેવા જ એક અધિકારીની આજે વાત છે, ઉકાઈ ડેમના સલામતી અધિકારીએ પર્યાવરણ જતન કરવા આ એક નવી જ પહેલ ઉભી કરી છે, તેઓએ છેલ્લા પાંચ વર્ષથી તેમના જન્મ દિવસ નિમિતે તેઓ જેટલા વર્ષના થયા હોય તેટલા વૃક્ષો રોપવાનો સંકલ્પ લીધો છે.
જેમ હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા તેમ તેમણે હર ઘર એક વૃક્ષ,ઘર ઘર વૃક્ષ સ્લોગન સાર્થક કર્યું છે,કારણ કે મિત્રોના જન્મ દિવસ ઉપર પણ પરમાર સાહેબ (સલામતી અધિકારી) તેમના મિત્રોને ઇન્ડોર તથા આઉટડોર પ્લાન્ટ્સ ગીફ્ટ આપતા આવ્યા છે, આ વર્ષે તેમના દ્વારા સૌરાષ્ટ્રમાં વતનમાં ૯૦૦ સાગનું વાવેતર કરવામાં આવ્યું છે. જે ખુબ અદ્ભુત પ્રસંશનીય કામગીરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationઉદવાડા રેલવે સ્ટેશન નજીકથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો
April 09, 2025ચીખલીમાં કારમાંથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો, બે વોન્ટેડ
April 09, 2025