Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વર્ષ 1901 પછી ઓગસ્ટ મહિનો સૌથી ગરમ અને સૂકું તાપમાન સાથે નોંધાયો : વરસાદનો મોસમ હોવા છતાં દેશના ઘણાં રાજ્યોમાં લોકોને ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે

  • September 04, 2023 

સમગ્ર દેશમાં હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. વરસાદના આ મોસમમાં પણ દેશના ઘણાં રાજ્યોમાં લોકોને ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. જયારે ગયા મહિને વર્ષ 1901 પછી સૌથી ગરમ અને સૂકું તાપમાન નોંધવામાં આવ્યું હતું. જોકે સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. આ મહિનાની શરૂઆતથી જ ભારતના ઘણાં રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રી પાર કરી ગયું હતું. હવામાન નિષ્ણાંતોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ વધી રહેલા તાપમાનને ક્લાઈમેટ ચેન્જનો વધતો પ્રકોપ માનવામાં આવી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાંક ભાગોમાં તાપમાન સામાન્ય કરતા 3થી 5 ડિગ્રી વધુ નોંધવામાં આવ્યું હતું. જયારે ગતરોજ રાજસ્થાનના ચુરુમાં અધિકતમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ, પિલાનીમાં 39.5 અને મધ્યપ્રદેશના ખજુરાહોમાં 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.



હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશના ઘણાં રાજ્યો અને રાજસ્થાનના ઘણાં મહત્વપૂર્ણ શહેરોમાં તાપમાન સામાન્ય કરતા વધુ નોંધાયું હતું. IMDના જણાવ્યા અનુસાર જો સપ્ટેમ્બરમાં વધુ વરસાદ પડે પણ છે તો પણ જૂનથી સેપ્ટેમ્બરના સત્ર દરમિયાન નોંધાયેલ સરેરાશ વરસાદ સિઝનના સામાન્ય વરસાદ કરતા ઓછો રહેવાનો અનુમાન છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, ગયા મહિને થયેલા ઓછા વરસાદ પાછળનું કારણ વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની સ્થિતિનું નિર્માણ થવું છે. અરબી સમુદ્ર અને બંગાળની ખીણની સમુદ્રી સપાટીના તાપમાનમાં અંતર હવે પોઝીટીવ થવાનો શરૂ થઇ ગયો છે, જે અલ નીનોના પ્રભાવને ઉલટી શકે છે. પૂર્વ તરફ વધી રહેલા વાદળોની ગતિ અને ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં થઇ રહેલો વરસાદ ચોમાસાના પરત આવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application