માંગરોળના ઝંખવાવ ગામે સરકારી દવાખાના નજીક વગર નંબરની કારમાં આવેલાં ઈસમોએ એક બાર વર્ષના બાળકનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો.ઝંખાવવ ગામનો નવાબખાન હાફિઝખાન મુલતાની નામનો બાળક મુખ્ય માર્ગ પર સરકારી દવાખાના પાસે હતો. ત્યારે એક વગર નંબરની બ્લેક કલરની કારમાં આવેલા ઈસમોએ તેને કારમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે બાળક અપહરણ કરનારાના હાથમાંથી છૂટી ઘર તરફ ભાગી ગયો હતો.જેમા તેનુ શર્ટ ફાટી ગયું હતું, અને પગે ઇજાઓ થઈ હોવાનું જણાવ્યું હતું.વધુમાં બાળકએ જણાવ્યું કે, આ વગર નંબરની ગાડીમાં અન્ય બાળકો પણ બેસાડેલા હતા.
ત્યારબાદ ઘટના સંદર્ભમાં બાળકના વાલી વારસ મોસીનભાઈ કાળુભાઈ મુલતાની દ્વારા ઝંખાવવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી આપવામાં આવી હતી. બીજી તરફ ઝંખાવવ બજારમાં અજાણ્યા બે ઇસમો લોકોની નજરે ચઢતા તેને પકડી લીધા હતા. અને આ બંને ઈસમો અપહરણની ઘટનામાં સંડોવાયેલા હોવાનું માની લઈ લોકોના ટોળાએ પોલીસને હવાલે કર્યા હતા. પરંતુ પોલીસ તપાસમાં આ બંને ઈસમો સાબરકાંઠા તરફના હોવાનું અને મજૂરી કામ અર્થે અવાર નવાર ઝંખાવવમાં આવતા હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application