Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા નગરનાં સિનિયર સિટિઝન ક્લબ ખાતે જિલ્લા કલેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારીનાં અધ્યક્ષસ્થાને સિનિયર સિટિઝન ક્લબનાં સભ્યોએ મતદાન જાગૃતિનાં શપથ લીધા

  • November 27, 2022 

આગામી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત તાપી જિલ્લામાં મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રવૃતિઓ ચાલી રહી છે ત્યારે વ્યારા નગર સ્થિત સિનિયર સિટિઝન ક્લબ ખાતે જિલ્લા કલેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારી ભાર્ગવી દવેનાં અધ્યક્ષસ્થાને તથા ક્લબના પ્રમુખ સુભાષભાઇની ઉપસ્થિતીમાં સિનિયર સિટિઝન ક્લબ સભ્યોને મતદાન જાગૃતિના શપથ ગ્રહણ કરાવ્યા હતા આ પ્રસંગે કલેક્ટરએ જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં આગાઉની ચૂંટણીમાં 79 ટકા જેટલું મતદાન થયું હતુ. આ વર્ષે તાપી જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તેવી આશા વ્યક્ત કરી હતી અને તમામ સિનિયર સિટિઝનોને આગામી તા.1 ડિસેમ્બરે અવશ્ય મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.




વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી તંત્ર દ્વારા સિનિયર સિટિઝનો માટે ખાસ સુવિધાઓ ઉપલ્બધ કરી છે. જે મતદારો મતદાન બુથ સુધી જવા સક્ષમ ન હોય તેવા વરિષ્ઠ નાગરિકોને માટે ઘર આંગણે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી શકશે. જેનો મહત્તમ લાભ લેવા માટે આહવાન કર્યું હતું. તાપી જિલ્લામાં 8956 મતદારો 80 વર્ષથી ઉપરના છે. આ તમામ મતદારોને ભારત ચૂંટણી પંચમાં દેશના 80 વર્ષથી ઉપરના તમામ વરિષ્ઠ નાગરિકોને આટલા વર્ષોથી સતત ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રીતે લોકશાહીમાં ભાગીદારી નોંધાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં કલેક્ટરએ તમામ સિનિયર સિટિઝનને આગામી 28 નવેમ્બરે સયાજી ગ્રાઉન્ડ વ્યારા ખાતે 4 વાગ્યે યોજાનાર “ચૂંટણીના અવસર પર રચિત ગરબા” કાર્યક્રમમાં જોડાવા તમામને ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application