Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવી મુંબઈ ખાતે જૂની અને જર્જરિત 61 ઇમારતો જોખમી હોવાથી ખાલી કરવાનો આદેશ

  • May 26, 2023 

નવી મુંબઈ ખાતે જૂની અને જર્જરિત 524 ઇમારતાને જોખમી અને તે પૈકી 61 ઇમારતો ખૂબ જ જોખમી હોવાનું નવી મુંબઈ મહાનગર પાલિકા જાહેર કર્યું છે. આ ઇમારતના રહેવાસીઓને જગ્યા ખાલી કરીને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરી જવા જણાવાયું છે. નવી મુંબઈ મહાનગર પાલિકા થકી વર્ષ 2023-2024 માટે નવી મુંબઈનાં અધિકારક્ષેત્રમાં આવેલી જોખમી ઈમારતોનો વિભાગવાર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેક્ષણ બાદ મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશનની કલમ 264 હેઠળનવી મ્યુનિસિપલ વિસ્તારમાં કુલ 524 ઈમારતોને જોખમી ઈમારતો તરીકે જાહેર કરવામાં આવી છે.






61 ઈમારતોને સી વન કેટેગરી હેઠળ આવરી લેવાઈ છે. મતલબ કે આ ઈમારતો બિલકૂલ જોખમી છે અને તે તત્કાળ ખાલી કરી દેવી પડશે. 114 ઈમારત સીટૂ એ શ્રેણી હેઠળ આવે છે. મતલબ કે, આ ઈમારતો ખાલી કરી દેવાની રહેશે અને તે પછી તેમાં માળખાકીય સમારકામ હાથ ધરી શકાશે. જ્યારે સીટુબી કેટેગરીમાં મોટાપાયે માળખાકીય સમારકામ હાથ ધરવાનું રહેશે. એવી 300 ઈમારતો છે. બીજી તરફ 49 ઈમારતોને સી-3 કેટેગરી હેઠળ મૂકવામાં આવી છે. મતલબ કે અહીં નાનું મોટું સમારકામ કરાવવાનું રહેશે. આ યાદી નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈપર ઉપલબ્ધ છે. આ સિવાય 'ટ્રાન્સપાસ ડિપાર્ટમેન્ટ' માહિતી વિભાગ હેઠળ સરળ અવલોકન માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application