Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હાઈવે ઉપર ટેમ્પો ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા ટેમ્પોમાં ભરેલ ટામેટાનો જથ્થો રોડ ઉપર વેરવિખેર થયો

  • January 05, 2024 

વલસાડના સરોધી હાઇવે પર મુંબઈ તરફ જતા એક ટેમ્પો નંબર MH/48/AY/6460નાં ચાલકે પોતાના કબ્જાનાં ટેમ્પોમાં ટામેટાનો જથ્થો ભરી મુંબઈ તરફ જવા માટે નીકળ્યો હતો તે અરસામાં વલસાડના સરોધી હાઇવે પરથી પૂરઝડપે પસાર થઈ રહેલ ટેમ્પોના ચાલકે ટેમ્પો કાબુ ગુમાવી દેતા ટેમ્પો ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ ગયો હતો. ત્યારબાદ ટેમ્પો પલ્ટી મારી જતાં ટેમ્પોમાં ભરવામાં આવેલ ટામેટાનો જથ્થો રોડ ઉપર વેરવિખેર થઈ ગયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસને કરાતા પોલીસે વાહન વ્યવહાર પૂર્વવત કરી  આગળની તજવીજ હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application