દેશમાં કઠોળની સંગ્રહખોરી તથા ભાવમાં કૃત્રિમ વધારો અટકાવવાનાં ભાગરૂપ સરકારે તુવેર તથા અડદ દાળ પર સ્ટોક મર્યાદા લાગુ કરી છે. આ મર્યાદા તારીખ 31મી ઓકટોબર 2023 સુધી લાગુ થશે એમ એક સરકારી યાદીમાં જણાવાયું હતું. દેશમાં હોલસેલરો, રિટેલરો, મિલરો તથા રિટેલ ચેઈન ધરાવતા સ્ટોર્સ સહિત તુવેર તથા અડદની દાળના પૂરવઠા સાંકળના દરેક સંબંધિતો માટે સ્ટોક લિમિટ જાહેર કરવામાં આવી છે. દેશનાં દરેક રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ આદેશ લાગુ થશે.
આયાતકારોનાં સંદર્ભમાં તેઓ કસ્ટમ્સ ક્લિઅરન્સની તારીખથી 30 દિવસથી વધુ આયાતી સ્ટોકસ જાળવી શકશે નહીં. જે લોકો પાસે મર્યાદા કરતા વધુ સ્ટોકસ હશે તેમણે ઓર્ડર જારી થયાની તારીખથી 30 દિવસની અંદર મર્યાદાની અંદર સ્ટોકસ લાવી દેવાનો રહેશે એમ પણ યાદીમાં જણાવાયું છે. છેલ્લા એક વર્ષમાં તુવેરના ભાવમાં સરેરાશ વીસ ટકા જ્યારે અડદની દાળમાં પાંચ ટકા જેટલો વધારો થયાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું. અપેક્ષા કરતા નબળી આવક અને સારી માંગને પરિણામે ભાવમાં વધારો જોવા મળ્યો છે. સરકારે માર્ચ 2024 સુધી આ બંને કોમોડિટીઝની શૂન્ય ડયૂટી આયાત છૂટ આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application