Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યમાં આજે 1,65,646 ઉમેદવાર TAT-Sની પ્રિલિમનરી પરીક્ષા આપશે, આ પરીક્ષા 600થી વધુ કેન્દ્ર પર લેવામાં આવશે

  • June 04, 2023 

રાજ્યમાં આજે 1,65,646 ઉમેદવાર શિક્ષક અભિરુચી કસોટી TAT-Sની પ્રિલિમનરી પરીક્ષા આપશે. રાજ્યભરમાં 600થી વધુ કેન્દ્ર પર આ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાને લઈને પરીક્ષા કેન્દ્રો પર 144ની કલમ લગાડવામાં આવી છે. રાજ્યની માધ્યમિક શાળાના શિક્ષક બનવા માટે દ્વીસ્તરીય શિક્ષક અભિરુચી કસોટી TAT-Sની પ્રિલિમનરી પરીક્ષા આજે યોજાશે.


રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ પરીક્ષાને લઈને ખાસ તૈયારી કરી છે. આ ઉપરાંત પરીક્ષામાં ગેરરીતિ ન થાય તેને લઈને તંત્રએ ખાસ પ્લાનિંગ કર્યુ છે. જો પરીક્ષામાં એક પણ ઉમેદવાર ગેરરીતિ કરતા પકડાશે તો કેન્દ્ર સંચાલક સામે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવા સુધીના પગલા લેવામાં આવશે તેવી સૂચના આપી દેવામાં આવી છે.


આ પરીક્ષા રાજ્યભરમાં 600થી વધુ કેન્દ્ર પર લેવાનાર છે. રાજ્યમાં પ્રથમવાર માધ્યમિક શાળામાં શિક્ષક બનવા માટે પ્રથમ પ્રિલિમનરી પરીક્ષા અને ત્યારબાદ મેઈન્સ પરીક્ષાના આધારે શિક્ષક તરીકેને નિમણુંક આપવામાં આવશે. આ પરીક્ષાને લઈને પરીક્ષા કેન્દ્રો પર 144ની કલમ અંગેના જાહેરનામા ઉપરાંત પરીક્ષા કેન્દ્રમાં સીસીટીવી, સ્ટ્રોંગરુમ અને પોલીસ બંદોબસ્તની વ્યવસ્થાને લઈને તંત્ર દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે.


પરીક્ષા આજે બપોરે 12 વાગ્યાથી 3 કલાક સુધી યોજાશે. TAT-Sની પ્રિલિમનરી પરીક્ષા 200 ગુણની રહેવાની છે. જેમાં ગુજરાતી માધ્યમના 1 લાખ 62 હજાર 388, અંગ્રેજી માધ્યમના 2292 અને હિન્દી માધ્યમના 966 ઉમેદવારો પરીક્ષા આપવાના છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદ શહેરના 38248, અમદાવાદ ગ્રામ્યના 15565, રાજકોટ શહેરના 26957, વડોદરા શહેરના 39173 અને સુરતના 32173 તેમજ ગાંધીનગરના 13530 ઉમેદવારો આ પરીક્ષા આપશે.


તમામ કેન્દ્રોના સંચાલકોની યોજાયેલી બેઠકમાં પરીક્ષાને લગતી તમામ સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવી છે. તેની તમામ માહિતી કેન્દ્રો સંચાલકોને આપી દેવામાં આવી છે. કોઈપણ ગેરરીતિ વગર આ પરીક્ષા યોજાય તેવી વ્યવસ્થા કરાઈ છે. આ પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવાશે.


આ પરીક્ષામાં દરેક બિલ્ડિંગમાં 20નો સ્ટાફને જોતા કુલ 2થી 3 હજાર સ્ટાફ ગોઠવવામાં આવશે. ઈલેક્ટ્રોનિક ડિવાઈસ લઈ જવા પર પ્રતિબંધની સાથે હોલ ટિકિટ, પેન અને આઈકાર્ડ સિવાય કોઈપણ વસ્તુ ઉમેદવારને લઈ જવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News