જૂન-'વિશ્વ પર્યાવરણ દિવસ'ને અનુલક્ષીને સુરત સીટી પોલીસ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા 'રોડ સેફ્ટી' તેમજ 'સેફ સુરત'ના સંદેશ સાથે શહેરના VIP રોડ પર વહેલી સવારે આયોજિત 'સુરત સિટી પોલીસ સાયક્લોથોન'ને પોલીસ કમિશનર અજય તોમરે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ૧૦૦, ૫૦, ૩૦ અને ૧૦ કિ.મી. જેવી અલગ અલગ કેટેગરીમાં યોજાયેલી સાયકલોથોનમાં ૯૦૦ જેટલા સાયક્લિસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપસ્થિત સૌ મહાનુભાવોએ ભાગ લેનાર સાયકલિસ્ટોનો ઉત્સાહ વધાર્યો હતો. શહેરી જનતાને કોઈ હાલાકી ન અનુભવાય એ માટે આશરે ૮૦ જેટલા ટ્રાફિક પોલીસ તેમજ ૧૫૦ જેટલા સ્વયંસેવકોનો બંદોબસ્ત પણ કરાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application