Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રદ કરવામાં આવેલ 500–1000ની નોટના બંડલ સાથે અરવલ્લી પોલીસ એક વ્યક્તિની ધરપકડ કરી

  • May 12, 2024 

500 અને 1000ની જૂની અને ચલણમાંથી રદ કરવામાં આવેલ નોટના બંડલો સાથે અરવલ્લી જિલ્લામાંથી એક વ્યક્તિ ઝડપાયો છે. પંચમહાલના શહેરાનો શખ્શ બાઈક પર એક થેલીમાં ભરીને લુણાવાડાથી માલપુર તરફ આવવા દરમિયાન પોલીસે યુવકને ઝડપી લઈને તલાશી લેતા તેની પાસેથી 13.39 લાખ રુપિયાની ચલણી નોટો મળી આવી હતી. માલપુર પીએસઆઈ કેએચબિહોલા અને તેમની ટીમ દ્વારા યુવકને ઝડપી લઈને રદ થયેલ ચલણી નોટોને ઝડપી લીધી હતી.

ચલણી નોટોના બંડલમાંથી 500 રુપિયાના દરની રદ થયેલ જૂની ચલણી નોટો 2292 નંગ અને 1000 રુપિયાની ચલણમાંથી રદ કરવામાં આવેલ 198 નોટ મળી આવી હતી. પોલીસે યુવક પાસેથી આ નોટો ક્યાંથી આવી અને કયાં લઈ જતો હતો એ અંગેની તપાસ શરુ કરી છે. પોલીસને યુવક જિગ્નેશ ભરતભાઈ પટેલ રહપાલીખંડા તા. શહેરાજિ. પંચમહાલની પૂછપરછ કરતા હાલ તો માત્ર એક જ રટણ જારી રાખ્યું છે કે, નોટો તેની પોતાની છે અને તેને બદલવા માટેના પ્રયાસમાં બેંક મેનેજરનો સંપર્ક કરવા માટે જઈ રહ્યો હતો.


જોકે પોલીસને તેની આ વાત ગળે ઉતરી રહી નથી. કારણ કે નોટ રદ થયા બાદ હવે સ્થાનિક મેનેજરની કોઈ ભૂમિકા રહી નથી. આ ઘટના અંગ માહિત આપતા પીએસઆઈબિહોલાએ જણાવ્યું હતુ કે, તેઓએ તમામ પાસાઓને ધ્યાને રાખીને તપાસ શરુ કરી છે. તે કોઈ એજન્ટનારુપમાં કામ કરવાનો પ્રયાસ કરતો હતો કે કેમ એ અંગે પણ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત જે રીતે તે પોતાની નોટો હોવાનું ગણાવે છે, એ મુજબ તેની પાસે આવકના સ્ત્રોત કેવા છે એ પણ તપાસવામાં આવી રહ્યું છે.


આ ઉપરાંત પોલીસને આશંકા છે કે, તે ચલણી નોટોમાં રહેલા તારને પણ કોઈ ઉપયોગમાં લેવા માટે પણ જુગાડ કરી રહ્યો છે. એ અંગે પણ તપાસ શરુ કરી છે. અથવા કોઈને છેતરવા માટે પણ આ બંડલનો ઉપયોગ કરી શકે છે. આ તમામ પાસાઓ અને દિશાઓતરફે તપાસ તેજ કરવામાં આવી છે. હાલ તો પોલીસે રદ થયેલી નોટને જપ્ત કરીને યુવકની અટકાયત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application