રુપાણી સરકારના પૂર્વ મંત્રીઓ સિવાય ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓ પણ ટિકિટમાં કપાયા. આ વખતે ભાજપે ખરા અર્થમાં નવા જૂની ટિકિટ આપવાના મામલે કરી છે.બીજેપી દ્વારા 182માંથી 160 નામો જાહેર કરાયા છે. જેમાં 38ના પત્તા કપાયા છે 69 રિપિટી કરાયા છે હજુ પણ 22 નામો જાહેર કરવાના બાકી છે. ત્યારે તેમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના રાજ્ય કક્ષાના અને કેબિનેટ કક્ષાના મળીને 5 મંત્રીઓ કપાયા છે. આ વખતે બીજેપીએ અલગ રણનિતી અપનાવી છે.
ભૂપેન્દ્ર પટેલ સરકારના આ મંત્રીઓની ટિકિટ કપાઈ
ભૂપેન્દ્ર સરકારના પાંચ મંત્રીઓની ટિકિટ કાપવામાં આવી છે. જેમાં રાજેન્દ્ર ત્રિવેદી અને પ્રદીપ પરમાર બ્રિજેશ મેરજા, અરવિંદ રૈયાણી જેવા નેતાની સાથે સાથે આર.સી.મકવાણાની ટિકિટ કપાઈ છે.
રૂપાણી સરકારના જુના જોગીઓ ઉથલાવી દેવામાં આવ્યા છે તો નવી સરકારની મંત્રીઓને પણ આ વખતે ચાન્સ અપાયો નથી. જેથી રુપાણી સરકારના મંત્રીઓનો પત્તા અલગ રીતે કરાયા છે પરંતુ આ સાથે સાથે ભુપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓને હટાવવાને લઈને પણ અલગ-અલગ ચર્ચાઓ શરૂ થઈ છે.પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના પૂર્વ મંત્રીઓ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ જાડેજા પણ ચૂંટણી લડશે નહીં. દિલ્હીથી યાદી જાહેર થાય તે પહેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓએ સ્વૈચ્છિક જાહેરાત કરી છે.અગાઉ વિજય રૂપાણી અને નીતિન પટેલે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. ત્યારે આ નામો પણ સામે આવ્યા હતા. પાંચથી વધુ નેતાઓએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે.
રિપોર્ટના આધારે ભાજપે ટિકિટ ફાળવી
પૂર્વ સીએમ અને તેમના પૂર્વ મંત્રીઓ કે જે ઘર ભેગા થયા છે અને ઉમેદવારી લિસ્ટમાંથી બહાર છે. તેવા રૂપાણી સરકારના મંત્રીઓને પણ તેમની ભૂતકાળની ગતિવિધિઓ પર નજર રાખવામાં અને તેમની પક્ષ પ્રત્યેની વફાદારી અને કામગીરીનો વ્યક્તિગત અહેવાલ તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી અને તેના આધારે ભાજપે ટિકિટમાં આ નિર્ણય લીધો હોવાનું પણ અત્યારે ચર્ચા થાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500