Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વર : બાળકી સાથે દુષ્કર્મ ની કોશિશ કરનાર નરાધમ ઝડપાયો

  • October 27, 2022 

અંકલેશ્વરની એક GIDC વિસ્તારમાં પાડોશીએ 12 વર્ષીય બાળકીના પગ બાંધી દુષ્કર્મનો કર્યો પ્રયાસ,પોલીસે કરી ધરપકડ અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તાર માંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે,જ્યાં એક હેવાન પાડોશીએ ૧૨ વર્ષીય બાળકી ને ચૉકલેટ લેવા માટેની લાલચ આપી તેને રૂમમાં બાંધી રાખી શારીરિક અડપલાં કર્યા હતા તે પૂર્વે જ બાળકી ની માતા પહોંચી જતા તેઓએ બુમા બૂમ કરી નાંખી હતી,જે બાદ ઘટના અંગેની જાણ બાળકીના પરિવારજનોએ મામલે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરી હતી, જીઆઇડીસી પોલીસે બાળકી ના પરિવાર જનોની ફરિયાદના આધારે સ્થળ ઉપર પહોંચી તપાસ હાથધરી હતી,જે બાદ પોલીસે મામલે નરાધમ આરોપી રોહિત શંભુ ઠાકોર ની ધરપકડ કરી તેની સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.




માસૂમ બાળકી સાથે બનેલ ઘટનાના પગલે વિસ્તારમાં પણ ખળભળાટ મચ્યો હતો અને નરાધમ રોહિત ના કારનામા ઓ અંગે ફિટકાર ની લાગણી વર્ષાવી હતી,મહત્વની બાબત છે કે લોકચર્ચા મુજબ ઝડપાયેલ આરોપી રોહિત શંભુ ઠાકોર આ અગાઉ પણ આજ પ્રકારની કરતૂતો બની ચુકી હોવાની લોક ચર્ચા ચાલી રહી છે,તેવામાં આ પ્રકારના નરાધમ સામે કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application