સોનગઢનાં પરોઠા હાઉસ પાસેથી એકટીવા બાઈક પર દારૂ લઈ જતો અંકલેશ્વરનો ઈસમ ઝડપાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસોને રવિવારનાં રોજ બપોરે ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક મોપેડ બાઈકનો ચાલક આગળનાં ભાગે એક થેલામાં ઇંગ્લીશ દારૂ ભરી પરોઠા હાઉસથી પસાર થનાર છે જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસો પરોઠા હાઉસ નાકા પાસે વોચમાં હતા.
તે દરમિયાન એકટીવા બાઈક નંબર GJ/16/CJ/4201ને લક્કડકોટ તરફથી પરોઠા હાઉસ તરફ આવતી હોય તેને રોકવા હાથનો ઈશારો કરતા તે પોતાની એકટીવા બાઈક ઉભી રાખેલ ના હતી જેથી પોલીસે થોડીક દૂર જઈ બાઈક ચાલકને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, કુલદીપભાઈ મહેશભાઈ મોદી (રહે.A/55, ગણેશપાર્ક રો-હાઉસ, 500 કવાટર્સ રોડ, અંકલેશ્વર જી.આઇ.ડી.સી. તા.અંકલેશ્વર, જિ.ભરૂચ)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે એકટીવા બાઈકની આગળનાં ભાગેથી એક વજન ભરેલો થેલો મળી આવેલ હતો.
જે થેલામાં ખોલી તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કુલ 24 નંગ બોટલો મળી આવી હતી. આમ, પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલો અને એકટીવા બાઈક મળી કુલ રૂપિયા 33,650/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી અમીરભાઈ પાડવીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ અંકલેશ્વરનાં ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500