Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વર પોલીસે જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

  • August 04, 2023 

અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે આમલેટનાં ગલ્લાની બાજુમાં કેટલાક ઈસમો ભેગા મળી જુગાર રમી રહ્યા છે જે બાતમીનાં આધારે પોલીસે દરોડા પાડ્યા હતા, આમ પોલીસે સ્થળ પરથી રોકડા 13 હજાર અને ચાર ફોન મળી કુલ રૂપિયા 37 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને જુગાર રમતો જુગારી મૌશીન ગુલામ મોહમદ મનીયાર, સલીમ અબ્દુલ કાદર શેખ, મનોજકુમાર પ્રસાદ અને કલ્પેશ નાથુ મોરેને ઝડપી પાડ્યો હતો. જોકે કાવી પોલીસે બાતમીનાં આધારે જંબુસર તાલુકાના જંત્રાણ ગામની નવીનગરી નજીક પીલુડીના ઝાડ નીચે ચાલતા જુગારધામ ઉપર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ રૂપિયા 10 હજારથી વધુનાં મુદ્દામાલ સાથે જુગાર રમતો દિનેશ રાઠોડ, શ્રવણ રાઠોડ, દિનેશ બુધાભાઈ પરમાર તેમજ ઈર્શાદ ઈસ્માઈલ ખીલજીને ઝડપી પાડી તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application