વલસાડના વાપી ખાતે નોકરી કરતા અને તાપી જિલ્લાનાં નિઝર ખાતે રહેતા 22 વર્ષીય યુવકે મિત્રને બારડોલી બોલાવ્યો હતો. જ્યાંથી બંને મિત્રો બર્થડે કેક લઈ બાઈક પર સવાર થઈ વ્યારા જવા નીકળ્યાં હતા. તે દરમિયાન માણેકપોર ગામની સીમમાં રોડની સાઈડ પર ઉભેલી ટ્રકમાં તેઓની બાઈક ધડાકાભેર અથડાઈ હતી અને અકસ્માતમાં બંને યુવાનોને ઇજાઓ થઇ હતી. જોકે સારવાર દરમિયાન નિઝર ખાતે રહેતો 22 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતુ. બનાવની વિગત એવી છે કે, નિઝર તાલુકાનાં ખડકલા ગામ ખાતે રહેતા 22 વર્ષીય યુવક વિપુલ જીતેન્દ્ર પ્રધાન કે જેઓ વલસાડના વાપી ખાતે આવેલી કંપનીમાં નોકરી કરતો હતો.
જયારે સાયણ ખાતે રહેતો તેનો મિત્ર વિશાલ કાલુ પાડવીને જણાવ્યું હતુ. કે વ્યારા ખાતે રહેતા એક મિત્રની બર્થડે છે જેથી તું બારડોલી બાઈક લઈને આવી જા જ્યાં બંને મિત્રો ભેગા થયા હતા અને બર્થ-ડે કેક લઈ પલ્સર બાઈક પર સવાર થઈ વ્યારા ખાતે જવા નીકળ્યાં હતા. દરમિયાન નેશનલ હાઈવે નંબર-53 પર માણેકપોર ગામની સીમમાં ગુરુકૃપા હોટલ નજીક પાર્ક કરેલી ટ્રકમાં પાછળનાં ભાગે ચાલક વિશાલે બાઈક ધડાકાભેર અથડાવી હતી. જે અકસ્માતમાં બંને યુવાનોને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વિપુલ પ્રધાનનું મોત નીપજ્યું હતુ. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સાહિલ પ્રધાનની ફરિયાદ લઈ આગળની વધુ તપાસ હાથ ધરતી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationચીખલીમાં કારમાંથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો, બે વોન્ટેડ
April 09, 2025