Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચાલુ વરસાદ, હિસંક પ્રાણીઓનો ભય અને ઘોર અંધકાર વચ્ચે જૈન દેરસરના દર્શન માટે આવેલ આધેડ વયના યાત્રિકને બચાવી લેવાયો,કઈ રીતે ??

  • July 11, 2023 

મધ્યપ્રદેશથી ગિરનાર પરના જૈન દેરસરના દર્શન માટે એક યાત્રિક ગિરનાર પગથિયા પરથી ગબડી પડ્યા હતા અને ગંભીર રીતે ઝાડી- ઝાખરામાં ફસાઈ ગયા હતા. તેમને બચાવવા માટે રાત્રીના નવેક વાગ્યાથી એસ.ડી.આર એફ, પોલીસ અને વન વિભાગ દ્વારા તેમની શોધખોળ માટેનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. એક તરફ ઘોર અંધકાર, વન્ય પ્રાણીઓનો ભય, ચાલુ વરસાદ. આમ, પારવાર મુશ્કેલી વચ્ચે પણ સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું. શોધખોળ માટેની આ ટીમોએ સાદ પાડીને શોધવાનો પ્રયાસ કરતા હતા. આ દરમિયાન સામેથી પ્રત્યુત્તર મળી આવતા એસ.ડીઆર.એફ.ના જવાનો ફસાયેલ વ્યક્તિ સુધી રાત્રીના ત્રણેક વાગ્યાની આસપાસ સુધી પહોંચવામાં ભારે જહેમત બાદ સફળતા મળી હતી. 



આ રેસક્યુ ઓપરેશનને સફળ બનાવવા માટે કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવાસિયા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાત્રીના એસ.ડી.આર.એફ.ની ટીમ ત્વરીત મોકલી આપી હતી. ઉપરાંત પોલીસ અને વન વિભાગના ઉચ્ચે અધિકારીઓ પણ રેસક્યુ ઓપરેશનને સફળ બનાવવા માટે માર્ગદર્શન આપી રહ્યા હતા.  



મધ્યપ્રદેશના ભીડ જિલ્લાના કુપકલાના રહેવાસી મદનમોહન મુરલીધર જૈન (ઉંમર વર્ષ આશરે ૬૦) તેમના પરિવારજનો સાથે જૂનાગઢ ભવનાથ તળેટીમાં ફરવા માટે આવ્યા હતા. તેઓ તેમના પરિવાર સાથે તા.૫-૭-૨૦૨૩ના રોજ ગિરનાર પર્વત જૈન દેરાસર ખાતે દર્શનાર્થે ગયા હતા. દર્શન કરી પરત ફરત ફરતી વેળાએ તેમના પરિવારથી વીખુટા પડી ગયા હતા અને તેમના પરિવારે તેમની તપાસ કરતાં મળી આવ્યા ન હતા. આમ, તેમના પરિવારજનો દ્વારા શોધખોળ  શરૂ કરવામાં આવી હતી પરંતુ સફળતા મળી ન હતી. આ બનાવ ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં અને ગિરનાર સીડી પર બનેલ હોય તે બાબતની જાણ તંત્રને થતા તાત્કાલિક ધોરણે પોલીસ અને વન વિભાગની સ્ટાફ સાથે દોડી ગઈ હતી.



ઉપરાંત એસ.ડી.આર.એફની ટૂકડી, ડોરી ચાલકો તથા સ્થાનિક દુકાનદારો મળી આશરે ૩૩ સભ્યોની ટીમ બનાવી તેમ જ ગુમ થનારના પરિવાર સાથે ચાલુ વરસાદે ગિરનાર ઉપર આવેલ વેલનાથ જગ્યાની આજુબાજુના વિસ્તારમાં ગુમ થનારના નામ સાથે અવાજ પાડી તપાસ કરતા ગુમ થનારનો ઊંડાણ વાડી ખીણમાંથી પ્રત્યુતરના આધારે રાત્રિના વેલનાથની જગ્યાએ જટાશંકર વચ્ચેના ગાઢ જંગલમાં ચાલુ વરસાદે પ્રવેશ કરી તપાસ કરતા ગુમ થનાર વ્યક્તિને જાડી જાખરામાં ખરાબ રીતે ફસાયેલ જોવા મળ્યા હતા. જેમને જાળી જાખરામાથી મહામહેનતે બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ રાત્રિનો સમય, ચાલુ વરસાદ, ગાઢ જંગલ, હિસંક પ્રાણીઓના વિસ્તારને કારણે ગુમ થનારને સાથે રાખી જંગલમાં જ રોકાણ કર્યું હતુ.આમ, રાત્રીના ૯ કલાકથી સવારના ૯ કલાક સુધી ગુમ થનારનુ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. તેમને  સહિ સલામત રીતે બહાર કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું અને મધ્યપ્રદેશના આ પરિવારે સ્થાનિક પ્રશાસનનો આભાર પ્રગટ કર્યો હતો.     


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application