સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે બારડોલી,પલસાણા,માંગરોળ અને મહુવા તાલુકાના રસ્તાઓ ઓવર ટોપિંગ, કો-ઝવે ઓવર ટોપિંગ અને લો-લેવલ કો-ઝવે ઓવર ટોપિંગના કારણે બંધ કરવામાં આવ્યા છે જેથી વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા જાહેર જનતાને આહવાન છે.
બારડોલી તાલુકામાં જુની કીકવાડ ગભેણી ફળિયા રોડ બંધ હોવાથી વેકલ્પિક માર્ગ તરીકે નેશનલ હાઇવે 53 નો ઉપયોગ કરવો
બારડોલી તાલુકામાં જુની કીકવાડ ગભેણી ફળિયા રોડ બંધ હોવાથી વેકલ્પિક માર્ગ તરીકે નેશનલ હાઇવે 53 નો ઉપયોગ કરવો. સુરાલી ગામ સવિનભાઈ જકાભાઇ ચૌધરીના ઘરથી ધારિયાવાળા કોઝવે સુધીનો રસ્તો બંધ હોવાથી સૂરાલી કોટમુંડા નો ઉપયોગ કરવો. ઉતારા, વધાવા, કરચવા રોડ બંધ હોવાથી વેકલ્પિક કરચકા, મઢી, વાત્સલ્ય ધામ રોડની ઉપયોગ કરવો. વાંકાનેર,પારડી,વાલોડ રોડ બંધ હોવાના કારણે વૈકલ્પિક વાંકાનેર અલ્લુ થી મહુવા સ્ટેટ હાઇવે રોડનો ઉપયોગ કરવો.બાલડા જુનવાણી રોડ બંધ કરવામાં આવ્યો છે. સુરાલી કોતમુંડા થી બેલધા રોડ બંધ હોવાથી વૈકલ્પિક સુરાલી, ધારયા, ઓવારા રોડ નો ઉપયોગ કરવો. સુરાલી, ધારયા ઓવારા રોડ બંધ હોવાથી વૈકલ્પિક ESH -૫ નો ઉપયોગ કરવો.
પલસાણા તાલુકાના હરીપુરા એપ્રોચ રોડ જોઇનીંગ નેશનલ હાઇવે ૪૮ રોડ બંધ હોવાથી વેકલ્પિક હરિપુરા જોઇનીંગ નેશનલ હાઈવે 48 (સુડા રોડ)નો ઉપયોગ કરવો
પલસાણા તાલુકાના હરીપુરા એપ્રોચ રોડ જોઇનીંગ નેશનલ હાઇવે ૪૮ રોડ બંધ હોવાથી વેકલ્પિક હરિપુરા જોઇનીંગ નેશનલ હાઈવે 48 (સુડા રોડ)નો ઉપયોગ કરવો. અંત્રોલી કોસમાડા રોડ બંધ હોવાથી વૈકલ્પિક લાવડી, એવીયાણ, છેડછા રોડ નો ઉપયોગ કરવો. બગુમારા, બલેશ્વર રોડ બંધ હોવાથી વૈકલ્પિક બલેશ્વર એપ્રોચ રોડ, જોઈનિંગ નેશનલ હાઈવે ૪૮ , બલેશ્વર સાંકી રોડ અને કરણ, સાંકી, બગુમરા રોડનો ઉપયોગ કરવો. ભગુમરા તુંડી રોડ બંધ હોવાથી વૈકલ્પિક એના,તુંડી,કારેલી મોતા રોડ અને કરણ સાંકી બગુમરા રોડ નો ઉપયોગ કરવો. તુંડી દસ્તાન રોડ બંધ હોવાથી વિકલ્પિક એના, તુંડી, કારેલી મોતા રોડ નો ઉપયોગ કરવો.ઓલ્ડ બી.એ. રોડ પાર્સિંગ થ્રુ ચલથાણ બલેશ્વર પલસાણા વિલેજ રોડ બંધ હોવાથી વૈકલ્પિક બલેશ્વર એપ્રોચ રોડ જોઈનીંગ નેશનલ હાઇવે ૪૮નો ઉપયોગ કરવો.
માંગરોળ તાલુકામાં આંબાવાડી થી ખાડીપાર રોડ બંધ હોવાથી વૈકલ્પિક આંબાવાડીથી કનસાડી રોડનો ઉપયોગ કરવો.
માંગરોળ તાલુકામાં આંબાવાડી થી ખાડીપાર રોડ બંધ હોવાથી વૈકલ્પિક આંબાવાડીથી કનસાડી રોડનો ઉપયોગ કરવો. માંગરોળથી નાનીપારડી રોડ બંધ હોવાથી નાનીપારડી થી હરસણી રોડ નો ઉપયોગ કરવો. વસેલાથી હથોડા થી મોટા બોરસરા રોડ બંધ હોવાથી વૈકલ્પિક નેશનલ હાઇવે થી મોટા બોરસરા રોડ નો ઉપયોગ કરવો.
ગુણાસવેલ ખરોડ કાંકરિયા રોડ સાંબા ભોરિયા વલવાડા રોડનો ઉપયોગ કરવો.
મહુવા તાલુકામાં ભગવાનપુરા વાંક થી સાંબા રોડ બંધ હોવાથી વૈકલ્પિક ગુણસવેલ ગામે ગાંધીનગરા ફળિયા થી ભગવાનપુરા વાંકને જોડતો રસ્તો, ગુણાસવેલ ખરોડ કાંકરિયા રોડ સાંબા ભોરિયા વલવાડા રોડનો ઉપયોગ કરવો. વરસાદી પાણી ઉતરતા તમામ રસ્તાઓ ચાલુ કરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500