Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બેંગલુરૂમાં ભારે વરસાદ બાદ શહેર પૂરમાં ગરકાવ : હોટલોનાં ભાડા થયા બમણા

  • September 09, 2022 

ભારતની સિલિકોન વેલી તરીકે ઓળખાતા બેંગલુરૂ શહેર ભારે વરસાદ બાદ પૂરમાં ગરકાવ થઈ ગયુ છે. લાખો લોકો માટે પૂર મુસીબત બનીને આવ્યુ છે. શહેરનાં સંખ્યાબંધ વિસ્તારો પાણીમાં છે અને હજી પણ કેટલાક વિસ્તારોમાં વીજળી નથી તેમજ પીવાના પાણીની સમસ્યા છે. પૂરના પાણીમાં ડુબેલા વિસ્તારોમાંથી પાણીના નિકાલની કાર્યવાહી ચાલુ છે.




બીજી તરફ ઘરો પાણીમાં હોવાથી હોટલોમાં રહેવા માટે ધસારો વધી ગયો છે. જેના કારણે હોટલોના ભાડા બમણા થઈ ગયા છે. પહેલા જે વૈભવી હોટલોમાં 10,000 રૂપિયામાં એક દિવસ માટે રૂમ મળતો હતો ત્યાં આજે એક દિવસનુ ભાડુ 40,000 રૂપિયા સુધી લેવામાં આવી રહ્યુ છે. દરમિયાન જ્યાં જ્યાં પાણી ઉતરી રહ્યા છે ત્યાં લોકો પાછા ફરીને પોતાના ઘરોની સફાઈ કરતા નજરે પડી રહ્યા છે.




ભરાયેલા પાણીને કાઢવા માટે ઈલેક્ટ્રિક પંપની પણ ભારે ડીમાન્ડ છે અને તેની પણ તંગી વરતાઈ રહી છે કર્ણાટકના મુખ્યમંત્રીનુ કહેવુ છે કે, બેંગલુરૂમાં પૂરની સ્થિતિ સાથે કામ પાર પાડવા માટે 300 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. હવામાન વિભાગે તટવર્તી વિસ્તારો તેમજ દક્ષિણ કર્ણાટકમાં તારીખ 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન હજી ભારે વરસાદની આગાહી કરી હોવાથી બેંગલુરૂના લોકોની ચિંતા વદી ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application