વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનામાં પણ હજુ લોકો છૂત-અછૂત, ગરીબ-અમીર, જાતિવાદ, ધર્મવાદમાં માને છે અને આવી માનસિકતા માટે કાયદો હાથમાં લેતા પણ ખચકાતા નથી. મધ્ય પ્રદેશના સિધીની ઘટના બાદ હવે છત્તીસગઢમાં એક માનવતાને શરમાવે તેવી ઘટના બહાર આવી છે.
છત્તીસગઢમાં, એક આદિવાસી યુવકને કથિત રીતે જેસીબી સાથે બાંધી દેવામાં આવ્યો હતો અને તેના પર મોબાઈલ ફોન ચોરીનો આરોપ લગાવીને આખી રાતમાર મારવામાં આવ્યો હતો. યુવકના પરિવારને ઘટનાની જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પીડિત પરિવારની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
આ ઘટના અંગે મળતી જાણકારી અનુસાર છત્તીસગઢના સૂરજપુરમાં કન્સ્ટ્રક્શન કંપનીના કર્મચારીઓએ મોબાઈલ ચોરવાના આરોપમાં એક આદિવાસી યુવકને નિર્દયતાથી માર્યો અને તેને આખી રાત જેસીબી સાથે બાંધીને રાખ્યો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પરિવાર આવતા ત્રણેયે યુવકને છોડ્યો હતો. જોકે તેઓએ પીડિતને ધમકી આપી હતી. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.આ પહેલા મધ્યપ્રદેશના સિધી જિલ્લામાં એક આદિવાસી યુવકને પેશાબ પીવડાવવાનો મામલો ભારે વિવાદાસ્પદ બન્યો હતો.
યુવકના સંબંધીઓને આ ઘટનાની જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પોલીસે યુવકને બચાવીને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પીડિત પરિવારની ફરિયાદના આધારે કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. યુવકના પરિજનોએ આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે.પીડિત પરિવારનું કહેવું છે કે જ્યારે પુત્ર રાત્રે ઘરે ન પહોંચ્યો ત્યારે તેની શોધખોળ કરવામાં આવી અને જાણવા મળ્યું કે મોબાઈલ ચોરીના આરોપમાં તેને નિર્દયતાથી મારવામાં આવ્યો હતો અને તેને જેસીબી સાથે બાંધી દેવામાં આવ્યો હતો. પરિવારે ન્યાય માટે અપીલ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500