Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈમાં જાહેરનામાનો ભંગ કરવા બદલ રીક્ષા ચાલક સામે કાર્યવાહી

  • May 16, 2021 

સોનગઢના ઉકાઈમાં જાહેરનામાનો ભંગ કરવા બદલ એક રીક્ષા ચાલક સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

 

 

 

કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે વધુ અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેનામું બહાર પાડવામાં આવ્યું છે. જેના અનુસંધાને સોનગઢ તાલુકાના ઉકાઈ પોલીસ સ્ટાફના માણસો શનિવારે બપોરના અરસામાં પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન ઉકાઈની લાલ ટેકરી પાસે જાહેર રોડ પરથી એક રીક્ષા નંબર જીજે/23/યુ/9921 ને ઝડપી પાડી તપાસ કરતા રીક્ષામાં બેસતા પેસેન્જરો તથા રીક્ષા ચાલક વચ્ચે સેફ ડીસ્ટન્સ સુધ્ધા ન હતું.

 

 

 

 

આ બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈની ફરિયાદના આધારે રીક્ષા ચાલક વિજયભાઈ અમ્રતભાઈ દેવરે રહે, દેવજીપુરા-સોનગઢ,ના વિરુદ્ધ જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application