વ્યારા-ઘાટા માર્ગ પર પુર ઝડપે દોડતી એક કારના ચાલકે બાઈક સવાર બે વિદ્યાર્થીઓને અડફેટમાં લેતા 1 વિદ્યાર્થીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું જયારે અન્ય એક વિદ્યાર્થી ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા નજદીક ની હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો,
મળતી માહિતી અનુસાર વ્યારા તાલુકાના ઘાટા ગામે આવેલ એલ.એચ.ભક્તા હાઇસ્કુલમાં 12 સાયન્સમાં અભ્યાસ કરતા (1) વૃષભભાઈ મનોજભાઈ ચૌધરી (ઉ.વ.18) રહે,સિંગી ફળિયું,વ્યારા (2) હિરેનભાઈ રસુલભાઈ ચૌધરી (ઉ.વ.18) રહે, ભૂરીવેલ ફળિયું, બેડકુવા નજીક, તા,વ્યારા નાઓ, બંને મિત્રો ઘાટા ખાતે આવેલ હાઇસ્કુલમાં અભ્યાસ કરી બાઈક નંબર જીજે/26/બી/6918 પર સવાર થઇ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા,
દરમિયાન કટાસવાણ ગામની સીમમાંથી બાઈક સવાર બંને મિત્રો પસાર થઇ રહ્યા હતા તે વેળાએ એક કાર નંબર જીજે/05/સીબી/4579 ના ચાલકે પોતાની કબજાની કાર પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ આવી બાઈક ને અડફેટેમાં લેતા બાઈક ચાલક હિરેન ચૌધરી ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું,
જયારે બાઈક પાછળ બેસેલ વૃષભ ચૌધરીને માથાના ભાગે,કપાળના ભાગે, બંને પગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોચતા જનરલ હોસ્પિટલ-વ્યારા ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, બનાવ અંગે વૃષભભાઈ મનોજભાઈ ચૌધરીની ફરિયાદના આધારે અજાણ્યા કાર ચાલક વિરુધ્ધ કાકરાપાર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500