Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Acb trap today : લાંચીયો ઉપસરપંચ રૂ.૯૬ હજારની લાંચ લેતા પકડાયો

  • November 18, 2023 

ગારીયાધારના પચ્છેગામનો ઉપસરપંચ રૂ.૯૬ હજારની લાંચ લેતા ભાવનગર એસીબીના હાથે પકડાયો છે.જેને લઇ લાંચિયા સરપંચોમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.

તાપીમિત્રના ન્યુઝ વોટ્સઅપ ન્યુઝ ગૃપમાં જોડાવા માટે 7820092500 પર આપનું અને આપના ગામનું નામ લખી મોકલો

મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના પચ્છેગામ ગ્રામ પંચાયતની હદમાં PMKSY IWMP-25 રૂપાવટી પ્રોજેકટ યોજના હેઠળ વોટરશેડના કામો ઇ-ટેન્ડર દ્રારા કુલ રૂા.૧૫,૪૪,૦૦૦/- ના કામનો વર્ક ઓર્ડર મળેલ  હોય, જે કામોમા ફરીયાદીને પચ્છેગામના ઉપસરપંચએ જણાવેલ કે,ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્યો મારા કહ્યા મુજબ કામ કરે છે અને જો તમે મારા કહયા મુજબ નહી કરો તો તમારા કામોમા ગેરરીતી થાય છે તેમજ વ્યસ્થિત રીતે કામ થતુ નથી તેવા ખોટા વાંધાઓ ઉભા કરી તમારા વિરૂધ્ધ ઠરાવ પસાર કરાવી તમારુ કામ બંધ કરાવી દઇશ અને જો તમારે આ પચ્છેગામના સીમાડામાં કામ કરવુ હોય તો તમારે કામના બદલામાં રૂા.૩,૦૦,૦૦૦/- લાંચ પેટે આપવા પડશે તે રીતે લાંચની રકમની માંગણી કરી હતી.

અગાઉ રૂા.૭૫,૦૦૦/- લાંચ પેટે મેળવી લીધા હતા

જોકે અગાઉ રૂા.૭૫,૦૦૦/- લાંચ પેટે મેળવી લીધા હતા. ત્યારબાદ બાકીની લાંચની રકમની માંગણી ફરીયાદી પાસે અવાર નવાર કરતા હોય.જેથી ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય એ.સી.બી નો સંપર્ક કરતા આજરોજ તાલુકા સેવા સદનની સામે આવેલ દાતાર આઇસ્ક્રીમ એન્ડ ફાસ્ટફ્રુડ પાસે લાંચના છટકાનું આયોજન કરતા આરોપી ઉપસરપંચ ખીમજીભાઇ કાળુભાઇ વાળાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી  લાંચની રકમ રૂ.૯૬,૦૦૦/- સ્વીકારતા ભાવનગર એસીબીના હાથે પકડાઈ ગયો હતો.


તાપીમિત્રના ન્યુઝ વોટ્સઅપ ન્યુઝ ગૃપમાં જોડાવા માટે 7820092500 પર આપનું અને આપના ગામનું નામ લખી મોકલો


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News