ગુજરાતથી અમરનાથ યાત્રાએ ગયેલા ૩૦ જેટલા યાત્રાળુઓ ખરાબ મોસમના કારણે ફસાયા છે. યાત્રાળુઓ ફસાયા હોવાના બે વીડિયો વાયરલ થયા છે.ફસાયેલા યાત્રાળુઓમાં વડોદરાના ૨૦ તેમજ સુરતના ૧૦ લોકો છે.
આ તમામ ગુજરાતી યાત્રાળુઓ અમરનાથના પંચતરમાં ફસાયા છે. આ યાત્રાળુઓએ ગરમ કપડાં માટે બમણા ભાવ ચૂકવવા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. સરકારને ફસાયેલા યાત્રાળુઓને મદદ કરવા માટે અપીલ કરાઇ છે.સૂત્રોના જણાવ્યા મુજબ બાબા અમરનાથના દર્શન કરવા ગયેલા કેટલાય શ્રદ્ધાળુઓ રસ્તે અટવાઈ પડ્યા હતા. જેમાં અમરનાથની યાત્રા દરમિયાન ગુજરાતના શ્રદ્ધાળુઓ પણ ફસાયા હતા.
આ અંગેનો વીડિયો યાત્રાળુઓએ વાયરલ કર્યો હતો. તેમાં ત્રણ દિવસથી વડોદરાના ૨૦ અને સુરતના ૧૦ લોકો ફસાયા હોવાનું તેમણે જણાવ્યું હતુ. ટેન્ટમાં ગાદલાં, ગોદડાં પલળી ગયાં હોવાનું અને માયનસ ડિગ્રી તાપમાનમાં બરફ પણ પડતો હોવાનું તેમણે જણાવ્યું હતું. છોકરાઓ પણ સાથે હોવાથી જલદીથી જલદી રેસ્ક્યૂ કરવામાં આવે તેવી અપીલ ગુજરાત સરકારને તેમણે કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500