ગુજરાત વિધાનસભા ચુંટણી પૂર્ણ થઇ ચુકી છે અને હવે સરકારનું ગઠન કરવા સહિતની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ગુજરાત ચુંટણીમાં ઝંપલાવનાર આમ આદમી પાર્ટીના આઈટી સેલના ઇન્ચાર્જનું સોશ્યલ મીડિયા એકાઉન્ટ હેક થયાની માહિતી પ્રાપ્ત થઇ છે.
આમ આદમી પાર્ટીના મોરબી જીલ્લાના ITSM ઇન્ચાર્જ પરિમલ કૈલાનું ટ્વીટર એકાઉન્ટ હેક થયું છે જેના પર બીભત્સ કોમેન્ટ અને બીભત્સ એકાઉન્ટ ટેગ કરીને તેને બદનામ કરવાનું ષડ્યંત્ર કરવામાં આવી રહ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું જે અંગે પરિમલ કૈલાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે ૨-૩ દિવસ પૂર્વે તેમનું ટ્વીટર એકાઉન્ટ હેક થયું હતું.
જોકે તેઓ બે દિવસ પ્રસંગમાં હોવાથી એકાઉન્ટ ચેક કરવા ફ્રી થયા ના હતા અને આજે એકાઉન્ટ ખોલતા તેમને એકાઉન્ટ હેક થયાની માહિતી મળી હતી જેથી તેઓએ ઓનલાઈન સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે ગુજરાત વિધાનસભા ચુંટણી પૂર્ણ થઇ ચુકી છે અને હવે સરકારનું ગઠન કરવા સહિતની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ગુજરાત ચુંટણીમાં ઝંપલાવનાર આમ આદમી પાર્ટીના આઈટી સેલના ઇન્ચાર્જનું સોશ્યલ મીડિયા એકાઉન્ટ હેક થયાની માહિતી પ્રાપ્ત થઇ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500