જૂનાગઢ તોડકાંડના માસ્ટર માઈન્ડ એવા PI તરલ ભટ્ટની પોલીસે કડક પૂછપરછ હાથ ધરી છે, ત્યારે જૂનાગઢ તોડકાંડની તપાસ કરી રહેલ ATSને તરલ ભટ્ટ દ્વારા ફ્રીઝ કરાયેલા 100 જેટલા એકાઉન્ટની વિગતો હાથ લાગી છે.જેના દ્વારા મોટા તોડ કર્યાની આશંકા સેવાઇ રહી છે. અમદાવાદથી જૂનાગઢ બદલી થયા બાદ તરલ ભટ્ટ દ્વારા ગેરકાયદેસર રીતે સંખ્યાબંધ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી મોટા તોડ કર્યાની આશંકા છે.
જૂનાગઢ તોડકાંડની તપાસ કરી રહેલા ATSને તરલ ભટ્ટ દ્વારા ફ્રીઝ કરાયેલા 100 જેટલા એકાઉન્ટની વિગતો હાથ લાગી છે. ફ્રીઝ કરાયેલા એકાઉન્ટના ધારકો પાસેથી કેટલી રકમનો તોડ કર્યો તે અંગે તપાસ હાથ ધરાઈ છે. તરલ ભટ્ટના રિમાન્ડ પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરી પૂનઃ રિમાન્ડ માગવામાં આવશે. માધુપુરા કેસમાં મળેલ બેંક એકાઉન્ટ નંબરવાળા જ એકાઉન્ટ નંબરો ફ્રીઝ કરાયા હતા કે અન્ય એકાઉન્ટ નંબરો? તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. જો પેન ડ્રાઈવ,લેપટોપ ATS ને મળે તો જ તોડકાંડની તપાસની અસલી દિશા મળે તેવુ લાગી રહ્યુ છે. જેથી સમગ્ર મામલે પોલીસે સમગ્ર મામલે તરલ ભટ્ટની કડક પૂછપરછ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application