Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતના ત્રણ પોલીસકર્મીઓ વિરુદ્ધ એસીબીએ ગુનો દાખલ કર્યો,હાલ ત્રણેય પોલીસકર્મી ફરાર,એક ખાનગી માણસ પકડાયો

  • January 01, 2022 

સુરતમાં એસીબીએ મહિધરપુરા અને અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં કેટલાક લાંચિયા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. જેને લઈ પોલીસ બેડામાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. ગત વર્ષ ૨૦૧૭ ના મે માસમાં અને વર્ષ ૨૦૨૦ ના જુલાઈ માસમાં આ પોલીસકર્મીઓએ માંગેલ લાંચના રેકોર્ડિંગ પુરાવાઓના આધારે લાંચિયા પોલીસકર્મીઓ વિરુદ્ધ એસીબીએ કાર્યવાહી હાથ ધરી છે.


પાસા અને તડીપારની કાર્યવાહી નહિ કરવા માટે ૧૫ હજારની લાંચ માંગનાર અઠવા પોલીસ સ્ટેશનનો પોલીસ કોન્સ્ટેબલ શોભરાજસિંહ કનકસિંહ ગોહિલ અને દારૂના કેસમાં વાહન નહીં બતાવવા અને રિમાન્ડ નહિ લેવા માટે રૂપિયા ૩ લાખની લાંચની માંગણી કરનાર ઇકો સેલમાં ફરજબજાવતો પોલીસ કોન્સ્ટેબલ સુખાભાઈ મથુરભાઈ જાંબુચા અને મહિધરપુરા પોલીસ સ્ટેશનનો પોલીસ કન્સ્ટેબલ રાજેશભાઈ  શિવરામભાઈ લાંબા વિરુદ્ધ એસીબીએ ગુનો દાખલ કર્યો છે. જોકે ત્રણેય પોલીસકર્મીઓ નાશી છૂટ્યા છે. હાલ ૩ લાખની લાંચ મામલે વિનોદભાઈ આહીર નામના ખાનગી માણસને ઝડપી પાડી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application