વલસાડના ઉમરગામ તાલુકામાં રહેતી એક સગીરાને તાલુકાના દેહગામ ખાતે રહેતા 20 વર્ષીય યુવકે 15 વર્ષીય સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને પ્રેમ જાળમાં ફાળવી હતી. ઓગસ્ટ માસમાં સગીરાને લગ્ન કરવાની લોભામણી લાલચ આપીને યુવક સગીરાનું અપહરણ કરી ગયો હતો. ઘટના અંગે સગીરાના પરિવારના સભ્યોએ ઉમરગામ પોલીસ મથકે સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેથી ઉમરગામ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની મદદ લઈને સગીરાના અપહરણના ગુનામાં યુવકને ઉત્તરપ્રદેશથી સગીરા સાથે ઝડપી પાડ્યો હતો. ઉમરગામ પોલીસે સગીરાનું નિવેદન નોંધી સગીરાનું મેડિકલ કરવી આગળની તપાસ હાથ ધરી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉમરગામના દેહગામ ખાતે રહેતા 20 વર્ષીય સુનિલ રામમુરત કોલની નજર તાલુકામાં રહેતી એક 15 વર્ષીય સગીરા સાથે મળી ગઈ હતી. યુવક સગીરા સાથે કોઈપણ રીતે મિત્રતા કેળવી હતી. યુવકે ચાલાકી પૂર્વક સગીરાને લગ્ન કરવાની લાલચ આપી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી. તારીખ 4થી ઓગસ્ટ રોજ સુનિલે સગીરાને લગ્ન કરવાની લોભામણી લાલચ આપીને સગીરાનું અપહરણ કરી ગયો હતો. સગીરા ઘરે ન મળી આવતા સગીરાના પરિવારના સભ્યોએ સગીરાની શોધખોળ હાથ ધરી ધરી હતી. સગીરાના પરિવારના સભ્યોએ ઉમરગામ તાલુકા અને આજુબાજુના વિસ્તારમાં તેમજ સગીરાના શાળાના મિત્રો સહિત સગા સંબંધીઓને ત્યાં સગીરાની શોધખોળ હાથ ધરી હતી.
સગીરા ક્યાંય મળી ન આવતા સગીરાના પરિવારના સભ્યોએ ઉમરગામ પોલીસ મથકે સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ઉમરગામ પોલીસે અલગ અલગ ટીમો બનાવી સગીરાની શોધ ખોળ હાથ ધરી હતી. ઉમરગામ પોલીસની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ લઈને ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ વિસ્તારમાંથી સુનિલ કોલને સગીરા સાથે ઝડપી પાડ્યો હતો. સગીરાનો કબ્જો મેળવી ઉમરગામ પોલીસની ટીમે સુનિલની સગીરાના અપગરણ કેસમાં ધરપકડ કરી હતી. ઉમરગામ પોલીસની ટીમે સગીરાનું જરૂરી નિવેદન નોંધી સગીરા અને યુવકનું મેડિકલ કરાવી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500