વિદેશ રશિયાની કંપનીમાં નોકરીના ઇન્ટરવ્યૂમાં ફેલ થવાથી વિજલપોરના યુવકે ઘરમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. દિવ્યેશકુમાર પ્રવીણભાઈ ટંડેલ (ઉ.વ.૨૮, હાલ રહે.જાગૃતિનગર, સેવનડે સ્કૂલ સામે, વિજલપોર, તા.જલાલપોર, નવસારી, મૂળ રહે.શાંતિનગર, ઓંજલ માછીવાડ, જલાલપોર)એ બુધવારના રોજ સાંજના ૭:૩૦ વાગ્યાના અરસામાં ઘરમાં પંખા સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જોકે સાંજે ૭:૩૦ વાગ્યાના અરસામાં તેની માતા લીલાબેન ઘરે આવતા દરવાજો નહીં ખોલતા તેમણે પડોશીઓને બોલાવ્યા હતા. ત્યારબાદ સૌએ ભેગા મળી દરવાજો તોડી નાંખતા રૂમમાં પંખા સાથે લટકતી દિવ્યેશની લાશ જોવા મળી હતી. આ સાથે જ દિવ્યેશના પરિવારજનો આઘાતમાં સરી પડયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500