Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં માયપુર ગામે અજાણ્યા વાહન અડફેટે ચાલવા નીકળેલ યુવક ઈજાગ્રસ્ત થયો, અજાણ્યા ચાલક સામે ગુનો દાખલ

  • July 18, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારા તાલુકાનાં માયપુર ગામની સીમમાં પસાર થતાં હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે આવતાં યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, વ્યારાનાં કોહલી ગામનાં નિશાળ ફળિયામાં રહેતો હસનભાઈ ઈસ્માઈલભાઈ મલેક (ઉ.વ.26) જે ગત તારીખ 14/07/2023નાં રોજ મોડી સાંજે ચાલવા માટે નીકળેલ હતા. તે સમયે માયપુર ગામની સીમમાં નેશનલ હાઇવે નંબર-53 ઉપર વ્યારાથી સુરત જતાં હાઇવે રોડ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાના કબ્જાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી હસનભાઈને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.



જોકે આ અડફેટમાં હસનભાઈને માથામાં પાછળનાં ભાગે ઈજા પહોચતા પહેલા વ્યારાનાં રીધમ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી અને વધુ સારવાર માટે સુરત મૈત્રી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગે યુવકનાં પિતા ઈસ્માઈલભાઈ મલેક નાંએ વ્યારા પોલીસ મથકે તારીખ 17/07/2023નાં રોજ અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application