ડોલવણના અંતાપુરા ગામે બાઈકની ટક્કરે રાહદારી મહિલાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ૧૦૮ની મદદથી પ્રાથમિક ગડત ખાતે અને ત્યાંથી વ્યારા જનરલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ સુરત ખાતે રીફર કરવામાં આવ્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ ડોલવણ તાલુકાના અંતાપુર ગામના વચલું ફળીયામાં રહેતા અંબુભાઈ જનકભાઈ ચૌધરીના પરિવારજનો ગત તારીખ ૦૫/૦૫/૨૦૨૩ નારોજ ફળીયામાં લગ્ન પ્રસંગમાં ગયા હતા અને લગ્નમાં રોકાયા હતા, બીજા દિવસે તા.૦૬/૦૫/૨૨૦૩ નારોજ રાત્રીના એકાદ-બે વાગે પરત ઘરે આવ્યા હતા તે વખતે અંબુભાઈ ચૌધરીની પત્ની સરલાબેન તથા નીલમબેન ચૌધરી તેમજ સંગીતાબેન ચાલતા-ચાલતા આવતા હતા.
દરમિયાન ઘરની નજીકમાં વાંકલાથી કલમકુઈ જતા રોડ પર ઉપર એક બાઈક બજાજ પલ્સર નંબર-જીજે/૦૫/એસવિ/૧૭૫૬ ના ચાલકે પોતાના કબજાની બાઈક પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઇ આવી સરલાબેન ચૌધરીને પાછળથી ટક્કર મારી અકસ્માત કરી ફરાર થઇ ગયો હતો, આ અકસ્માતના બનાવમાં સરલાબેન ચૌધરીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઈમરજન્સી ૧૦૮ની મદદથી સારવાર માટે પ્રાથમિક ગડત સરકારી દવાખાનામાં ત્યાંથી વ્યારા જનરલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ સુરત અને ત્યાંથી કિરણ હોસ્પિટલ સુરત ખાતે રીફર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે અંબુભાઈ જનકભાઈ ચૌધરીએ ગતરોજ બાઈક ચાલક શહીદ યોગેશ ભાઈ ચૌધરી રહે, અંતાપુર ગામ-ડોલવણ નાનો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500