ઉચ્છલ તાલુકાની સિમ માંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 53 ઉપર બેડકી નાકા પાસેથી આજરોજ વાહન ચેકિંગ દરમિયાન ટ્રક નંબર જીજે/24/એક્સ/7872 ને ઝડપી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રક માંથી મળી આવેલ કુલ 15 ભેંસોને ક્રુરતાપૂર્વક લઈ જવાઈ રહી હતી.
તમામ ભેંસોને ટુંકી દોરી વડે બાંધી તેઓને ખાવા માટે કોઈ ઘાસ ચારો કે પાણીની સગવડ વિના લઈ જતા હોય અને કોઇ પ્રાથમિક સારવારના મેડીકલ સાધનો તથા સક્ષમ અધિકારીના કે વેટેનરી ઓફિસરના પ્રમાણ પત્રો વિના ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં બાહર આવ્યું હતું.
આ બનાવમાં પોલીસ કોન્સ્ટેબલ સુનીલભાઈ બાલુભાઈની ફરિયાદ ના આધારે પશુઓ અને ટ્રક મળી કુલ રૂપિયા 4,50,000/-નો મુદ્દામાલ જપ્ત કરી રીઝવાન નનામિયા સિપાઈ રહે, જોટાણા ગામ જી. મહેસાણા અને લુકમાનખાન બાબાખાન સિપાઈ રહે, ઉનાવા ગામ જી.મહેસાણા નાઓની અટક કરવામાં આવી હતી.જયારે કનુજી સકરાજી ભીલ રહે,સિધ્ધપુરગામ,ભીલવાસ જી.પાટણ અને રુકબુદ્દીનખાન કુત્બુદ્દીનખાન નાગોરી રહે, પટેલ સ્ટેટ તા.સિધ્ધપુર જી.પાટણ નાઓને વોન્ટેડ જાહેર કરાયો છે.
આપને અહીં જણાવી દઈએ છીએકે, ગુજરાત માંથી અન્ય કોઇપણ રાજ્યમાં દુધાળા પ્રાણીઓ તથા ભેંસોની હેરાફેરી નિકાસ/મોકલવા પર પ્રતિબંધ હોવાછતાં તાપીના માર્ગે રાજ્ય બહાર મહારાષ્ટ્રમાં વર્ષોથી મોટાપાયે ભેંસોની હેરાફેરી થઇ રહી છે. જાણકારો અનુસાર તમામ પશુઓને મહારાષ્ટ્રના કતલખાને લઇ જતા હોવાનું જાણવા મળ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500