તાપી જિલ્લામાં સોમવારે કોરોના પોઝીટીવ દર્દીઓના વધુ 6 નવા કેસ સામે આવ્યા છે.
જિલ્લા આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તા.29મી માર્ચ નારોજ સોનગઢના જુનાગામ વિસ્તારમાં આવેલ રામજી મંદિર ફળીયામાં 20 વર્ષીય મહિલા, સોનગઢ ના જામખડી ગામના ગામઠાણ ફળીયામાં 32 વર્ષીય પુરુષ, વ્યારાની લક્ષ્મીપાર્ક સોસાયટીમાં 56 વર્ષીય આધેડ,વ્યારાની નાની ચીખલીમાં આવેલ તુલસીપાર્કમાં 40 વર્ષીય પુરુષ, વ્યારાના ફડકે નિવાસમાં 60 વર્ષીય આધેડ તેમજ વાલોડના અંબાજી શેરીમાં 27 વર્ષીય મહિલા સહિત જીલ્લામાં કુલ 6 દર્દીઓના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.
જિલ્લામાં કુલ 50 દર્દીઓના મોત નીપજ્યા-આરોગ્યતંત્ર
જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 970 થી વધુ કેસો નોંધાયા છે, આજરોજ વધુ 5 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 897 થી વધુ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. મુખ્ય આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ કોરોનાથી કુલ 7 દર્દીઓના મોત જયારે કોરોનાની સારવાર દરમિયાન કુલ 43 દર્દીઓ સહિત જિલ્લામાં કુલ 50 દર્દીઓના મોત નીપજ્યા છે. જીલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે 299 સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ 35 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
આરોગ્યતંત્ર કોરોનાના સાચા આંકડાઓની માહિતી આપવામાં ગોથા ખાઈ રહ્યું છે.
આપને અહીં એ પણ જણાવી દઈએ છીએ કે, આરોગ્ય વિભાગ પર કામનું ભારણ વધુ હોવાથી ઘણા સમયથી કોરોનાના સાચા આંકડાઓની માહિતી આપવામાં ગોથા ખાઈ રહ્યું છે. ત્યારે જવાબદાર અધિકારીઓ આ બાબતને ગંભીરતા લઇ કોરોના દર્દીઓ અને કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામતા દર્દીઓની સંખ્યાની સાચી માહિતી જાહેર કરે તે જરૂરી બન્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500