વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષપણા હેઠળ બેટી બચાવો બેટી પઢાવો (BBBP) યોજના અંતર્ગત જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતિની બેઠક, સખી વનસ્ટોપ સેન્ટર (OSC) જિલ્લા મેનેજમેન્ટ સમિતિ બેઠક અને પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર (PBSC) યોજનાની દેખરેખ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં યોજના અન્વયે કરવાની થતી કામગીરી તેમજ એક્શન પ્લાન, ગ્રાન્ટ, જાગૃતિકરણના નવતર કાર્યક્રમો વગેરે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
તેમજ કલેકટર દ્વારા અગત્યના સૂચનો અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. OSC, BBBP અને PBSC યોજનાની કામગીરી, ગ્રાન્ટ વગેરે અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ મીટિંગમાં કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક, કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ તથા આ યોજનાઓના નોડલ અધિકારી, મહિલા અને બાળ અધિકારી અને સમીતિના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500