દિલ્હીની મ્યૂનિ.ની સ્કૂલમાં 5માં ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને તેની શિક્ષિકાએ માર માર્યો હતો અને બાદમાં સ્કૂલનાં પહેલા માળેથી નીંચે ફેંકી દીધી હતી. જેને પગલે વિદ્યાર્થિની ઘાયલ થઇ ગઇ છે અને હાલ તેને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે શિક્ષિકાની અટકાયત કરવામાં આવી છે. આ ઘટના દિલ્હીનાં મોડલ બસ્તી વિસ્તારમાં આવેલી પ્રાથમિક વિદ્યાલયમાં સામે આવી હતી. ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો સ્કૂલ બહાર એકઠા થઇ ગયા હતા. આ સ્કૂલની શિક્ષિકા ગીતા દેશવાલે પાંચમાં ધોરણની વિદ્યાર્થિનીને કાતર મારી હતી. જે બાદ તેને સ્કૂલના પહેલા માળેથી ફેંકી દીધી હતી.
જયારે લોકોનાં ટોળા એકઠા થતા બાદમાં પોલીસ સ્કૂલે પહોંચી ગઇ હતી અને સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને શિક્ષિકાની અટકાયત કરી લીધી હતી. DCP શ્વેતા ચૌહાણે કહ્યું હતું કે, શિક્ષિકાની સામે કલમ 307 લગાવીને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાક્ષીઓનાં નિવેદનોને ધ્યાનમાં રાખીને આ ફરિયાદ દાખલ કરાઇ છે. જ્યારે પ્રશાસને પણ શિક્ષિકાને સસ્પેન્ડ કરી દીધી છે અને વધુ તપાસ ચાલી રહી છે. જ્યારે વિદ્યાર્થિનીને હાલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application