છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં વસતા ગુજરાતી યુવકો પર જાણે ગ્રહણ બેઠું છે. છેલ્લા કેટલાત સમયથી વિદેશમાં રહેતા ગુજરાતીઓના મોતના સમાચાર મળી રહ્યા છે ત્યારે આજે વધુ એક ગુજરાતી યુવકનું મોત નિપજ્યુ છે. ત્યારે વધુ એક ગુજરાતી વિદ્યાર્થીનું કેનેડામાં રોડ અકસ્માતમાં મોત થયુ છે. દહેગામ તાલુકાના શિયાવાડા ગામના વિદ્યાર્થીથીનું રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે ટ્રકની ટક્કરે મોત થયું હતું. પોતાના વ્હાલસોયા પુત્રના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આપને જણાવી દઈએ કે, મિત પટેલે 12 પાસ કર્યા પછી નવ મહિના પહેલા જ કેનેડા ગયો હતો.
મળતી માહિતી અનુસાર,મૂળ દહેગામના શીયાવડા ગામના રાકેશભાઈ જયંતિભાઈ પટેલ અમદાવાદના નરોડામા પરિવાર સાથે રહે છે. તેમને મીત નામનો 19 વર્ષનો પુત્ર છે. પરિવારે મિતનને વધુ અભ્યાસ માટે લગભગ 9 મહિના માટે કેનેડાના બ્રામટન મોકલ્યો હતો. અભ્યાસની સાથે સાથે મીત કેનેડામાં કામ પણ કરતો હતો. જોકે, ગઈકાલે સવારે મીત ઘરેથી નીકળ્યો ત્યારે રસ્તો ક્રોસ કરતી વખતે તેને ટ્રકે ટક્કર મારી હતી. દરમિયાન જોરદાર ટક્કર લાગવાથી મીત ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેના કારણે થોડીવાર સારવાર બાદ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ વિદેશમાં માર્ગ અકસ્માતમાં તેમના એકના એક પુત્રના મોતના સમાચારથી પટેલ પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application