Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વઘઈનાં ધુલદા ગામમાં રસ્તા બાબતે બે પક્ષ વચ્ચે મારામારી થતાં સામસામે પોલીસ ફરિયાદ નોંધાઇ

  • August 31, 2023 

ડાંગનાં વઘઈનાં ધુલદા ગામમાં રસ્તા બાબતે બે પક્ષ વચ્ચે મારામારી થતા સામસામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ ઘટનામાં બંને પક્ષના સભ્યોને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની નોબત આવી હતી. ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં ધુલદા ગામનાં સંતુ જાનુ પવારની જંગલ જમીનની ખેતી ભારતી બારીયાના ખેતરની બાજુમાં આવેલી છે ત્યારે સંતુ પવારે જઈને ભારતી બારીયાને કહ્યુ હતું કે, અમારા ખેતરનાં ફરતે વાડ (વાંસની વાડ) બનાવો છો તો અમારા ખેતરમાં ક્યાંથી જઇશું ? ભારતીએ સંતુભાઇને કહ્યું કે, અમારા ખેતરના બંને છેડાથી તમારા ખેતરમાં જવાનો રસ્તો છે.



જે બાદ રસ્તા બાબતે ભારતીબેન તથા તેમના પતિ અને સંતુ પવાર, તેમની પત્ની તથા દીકરી એમ બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં મામલો ઉગ્ર થતા બંને પક્ષ વચ્ચે મારામારી થઇ હતી. જોકે મારામારીમાં બંને પક્ષના સભ્યોને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મારામારીની ઘટના અંગે સુબીર પોલીસ મથકમાં આ અંગે ગુનો નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application