Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના દોણ ગામેથી દેશીદારૂ સાથે એકની અટક

  • August 31, 2020 

સોનગઢ તાલુકાના દોણ ગામે તાપી જીલ્લા એલસીબીએ દરોડા પાડી દેશીદારૂ સાથે એક વ્યક્તિને ઝડપી પાડી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી હતી.

તાપી જીલ્લા એલસીબીએ આજરોજ સોનગઢ તાલુકાના દોણ ગામના દાદરી ફળીયામાં રહેતા સુમનભાઈ હરજીભાઈ ગામીતને ઘરે દરોડા પાડ્યા હતા,જેમાં સુમનભાઈએ પોતાના ઘરની પાછળના ભાગે આવેલ પજારીમાં સંતાડી રાખેલ દેશીદારૂ સાથે ઝડપાઈ ગયો હતો.

 

આ બનાવમાં પોલીસ કોન્સ્ટેબલ નીતેશભાઈની ફરિયાદના આધારે સુમનભાઈ ગામીત વિરુધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application