Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈના વર્કશોપ બજારમાંથી નશા યુક્ત તાડી સાથે રાહદારી ઝડપાયો

  • May 18, 2021 

સોનગઢ-ઉકાઈના વર્કશોપ બજારમાંથી નશા યુક્ત તાડી સહિતના મુદ્દામાલ સાથે એક રાહદારીને ઉકાઈ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

સોનગઢ-ઉકાઈ પોલીસ સ્ટાફના માણસો મંગળવારે બપોરના અરસામાં ખાનગી વાહનમાં બેસી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ફરતા ફરતા ઉકાઈના વર્કશોપ બજારમાં પાસે આવતા ત્યાં આગળ એક રાહદારી ઉપર શંકા જતા તેને બોલાવી તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ દિલીપભાઈ નાળીયાભાઈ વસાવા રહે, ધામણી ફળિયું, લીંબી ગામ-સોનગઢ નાનો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તપાસ દરમિયાન તેની પાસેથી એક કાપડની થેલી માંથી નશા યુક્ત તાડીની 1-1 લીટરની પોટલીઓ નંગ-3 સહિતનો મુદ્દામાલ જપ્ત કરી દિલીપ વસાવાની અટક કરી હતી.

 

 

 

બનાવમાં હેડ કોન્સ્ટેબલ અજયભાઈની ફરિયાદના આધારે દિલીપ વસાવા વિરુદ્ધ ઉકાઈ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application