મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુર શહેર નજીક આવેલા ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામમાં રહેતા શખ્સનું નવાપુરની નોબેલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ડોક્ટરે લાપરવાહી કરી હોવાના આક્ષેપ સાથે સંબંધીએ ડોક્ટર સહિત સ્ટાફને મારમારી હોસ્પિટલમાં તોડફોડ કરી હતી ડોક્ટરની ફરિયાદના આધારે નવાપુર પોલીસ મથકમાં મહિલા સહિત ૬ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં આવેલા સુંદરપુર ગામના રહેવાશી રાજુભાઈ ફત્યાભાઈ ગામીતને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી જેથી તેમના પરિવારે મંગળવારે સવારે ૭:૩૦ વાગ્યાના સમયે સારવાર અર્થે નવાપુર શહેર વિસ્તારમાં આવેલા રંગેશ્વર પાર્કમાં નોબેલ મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ લઈ આવ્યા હતા. ત્યાંના કર્મચારીએ દર્દીને પ્રથમ સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ ડોક્ટર અજય કર્મા કુંવર (રહે.ઝામણઝર, તા.નવાપુર, જિ.નંદુરબાર)એ તેમના ગામથી આવી ૯:૩૦ વાગ્યે આવી સારવાર આપી હતી. પરંતુ તેમને હાર્ટએટેકનો ઝટકો આવતા હોસ્પિટલના બિછાને તેમનું મોત નીપજ્યું હતું.
જેના કારણે તેમના સંબંધીઓમાં આવતી અજાણ્યા મહિલા અને શખ્સ મળી ૬ જણાએ ડોક્ટરે આવવામાં મોડું કર્યું અને લાપરવાહી કરી હોવાથી દર્દીનું મોત નીપજ્યું હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવી હોસ્પિટલમાં તોડફોડ કરી ડોક્ટર અજય કુંવર હોસ્પિટલનો મેનેજમેન્ટ રૂપેશ કર્મા કુવર વિપુલ સુરેશ ગાવિત (ઉ.વ.૨૮, રહે.આમપાડા તા.નવાપુર, જિ.નંદુરબાર) નર્સ પ્રિયંકા પ્રભાકર ગાવિત (ઉ.વ.૨૫, રહે.તારપાડા, તા.નવાપુર, જિ.નંદુરબાર)ને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ મામલે ડોક્ટરે નવાપુર પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. તેમની ફરિયાદના આધારે પોલીસે અજાણ્ય મહિલા અને શખ્સ મળી ૬ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500