તાપી જિલ્લાના કલેક્ટરના માર્ગદર્શન હેઠળ મામલતદાર કચેરી ડોલવણ ખાતે કોવિડ-19 (કોરોના) વેક્સીનેસન માટે મહત્તમ પ્રચાર પ્રસાર થાય અને મહતમ લોકો રસીકરણનો લાભ લે તે અર્થે FPS સંચાલક તથા દૂધ મંડળીના પ્રમુખ/મંત્રીઓની બેઠક યોજવામાં આવી હતી.
ગામના આગેવાનો સાથે યોજાયેલ આ ખાસ બેઠકમાં કોરોનાની બીજી લહેર જે જિલ્લાના ગામો સુધી પહોચી છે તેને કઇ રીતે અટકાવી શકાય અને સાવચેતીની ખાસ વ્યવસ્થા સાથે તમામ દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રસીકરણ મહાઅભિયાનને ઝડપી બનાવવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી, મામલતદાર ડોલવણ, તાલુકા આરોગ્ય અધિકારી તથા ગામના આગેવાનો, દૂધ મંડળીના પ્રમુખ/મંત્રીઓ હાજર રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500