Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખાબદા ગામમાંથી દેશી દારૂ બનવાના રસાયણ સાથે એક ઈસમ ઝડપાતા પોલીસ કાર્યવાહી

  • June 16, 2021 

ઉચ્છલનાં ખાબદા ગામમાંથી દેશી દારૂના રસાયણ બનાવવાના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો મંગળવારે મોડી સાંજે પ્રોહી. ગુન્હા અંગેની રેડમાં નીકળેલ હતા તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે, ખાબદા ગામમાં રહેતા ઈશ્વરભાઈ રમાભાઈ વસાવાએ વગર પાસ પરમિટે ત્રણ મોટા કેરબામાં ગોળ મહુડાનું મિશ્રણવાળું રસાયણ પોતાના ઘરની પજારીના ભાગે સંતાડી મુકેલ હતું જે પોલીસ રેડમાં પકડાઈ ગયો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ દાનુભાઈની ફરિયાદના આધારે ઈશ્વર વસાવા વિરુદ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application