સોનગઢના કીકાકુઈ ગામના વિસ્તાર માંથી દેશીદારૂ બનાવવા માટેનું ગોળ-મહુડાના રસાયણ સાથે એક શખ્સને સોનગઢ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે દારૂ બનાવવા માટેનો ગોળ-મહુડાનો જથ્થો પૂરો પાડનાર દુકાનદાર મીનેશ અગ્રવાલ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
સોનગઢ પોલીસ સ્ટાફના માણસો શનિવારના રોજ રાત્રે ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સોનગઢના કીકાકુઈ ગામના આમલી ફળીયામાં રેઇડ કરી હતી.રેઇડ દરમિયાન માનસિંગભાઈ બાબુભાઈ ગામીત ને તેના ઘરની સામે આવેલ બાથરૂમમાંથી દેશીદારૂ ગાળવા માટેનું આશરે 40 લીટર જેટલા ગોળ-મહુડાનું રસાયણના મુદ્દામાલ સાથે માનસિંગ ગામીત ને પોલીસની રેઈડમાં ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસની તપાસમાં સોનગઢ નગરમાં આવેલ એસબીઆઈ બેંક પાસે તિરુપતિ જનરલ સ્ટોરમાંથી ગોળ-મહુડો ખરીદવામાં આવ્યો હોવાનું જાણવા મળતા દુકાનદાર ગોટુ ઉર્ફે નિમેશ અગ્રવાલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ અર્જુનભાઈની ફરિયાદના આધારે બંને કસુરવારો વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500